વલસાડ: મુસ્લિમ મહિલાને પતિએ મસ્જિદમાં કાગળ પર લખાણ લખીને આપ્યો તલાક

વલસાડ ઉમરગામના સંજાણમાં મુસ્લિમ મહિલાઓને તેના પતિ દ્વારા તલાક આપી તરછોડી મુકવામાં આવી છે

વલસાડ: મુસ્લિમ મહિલાને પતિએ મસ્જિદમાં કાગળ પર લખાણ લખીને આપ્યો તલાક

વલસાડઃ વલસાડ ઉમરગામના સંજાણમાં મુસ્લિમ મહિલાઓને તેના પતિ દ્વારા તલાક આપી તરછોડી મુકવામાં આવી છે. સંજાણમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. એકસાથે બે મહિલાઓને તલાક અપાતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મળતી માહિતી પ્રમાણે એક મુસ્લિમ મહિલાને તેના પતિએ સાત મહિનાના ગર્ભ હોવા છતા પણ તલાક આપી છે. પત્નીનો આરોપ છે કે તેના પતિનો સંબંધ પતિની બહેનની દીકરી સાથે ઘણાં સમયથી છે.

Tippal-Talak-2

પતિનો પરિવાર આપે છે શારિરીક માનસીક યાતના
21 વર્ષની મહિલાએ કે, 'મારા લગ્નને હજી 10 મહિના થયા છે અને મને સાત મહિનાનો ગર્ભ છે. મારા પતિનો પરિવારે મને અત્યાર સુધી ઘણી શારિરીક માનસિક યાતના આપી છે. મારી સરકાર પાસે માંગ છે કે ત્રણ તલાકના મામલામાં નિયમો તો ધડાયા છે પરંતુ તેની પર અમલ થાય તો સારૂં. અમને ન્યાય જોઇએ છીએ.' અન્ય એક મહિલાને પણ તેના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. જેનાથી તે અને તેનો પરિવાર ઘણો જ દુખી છે. આ મહિલા પણ આશરે 24 વર્ષની જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news