યુવતીનો આરોપ પતિ ગે હતો, જેઠ સુહાગરાતે આખી રાત મારી સાથે રહ્યા, હું હજી પણ વર્જીન છું
Trending Photos
અમદાવાદ : વેજલપુરની પરિણીત યુવતીએ પતિ સમલૈંગિક હોવા છતા લગ્ન કરાવી સાસરિપક્ષ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવા ઉપરાંત તેના પર ઘરેલુ હિંસા થઇ હોવાની ફરિયાદ સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરિયાદમાં કરાયેલા દાવા અનુસાર વેજલપુરમાં રહેતી યુવતીનાં લગ્ન પાલડીમાં રહેતા યુવક સાથે થયા હતા. જો કે પતિ લગ્ન બાદ શરીર સંબંધ બાંધવાથી દુર રહેતો હતો. દરમિયાન પત્નીએ પતિના મોબાઇલની તપાસ કરતા તેમાં અન્ય પુરૂષો સાથે બિભત્સ પ્રકારની ચેટ મળી આવી હતી. જેથી પતિ સજાતિય હોવાની શંકા મહિલાને થઇ હતી. આ ઉપરાંત મહિલાને પતિનાં મોબાઇલમાં ગે ડેટિંગ એપ પણ જોવા મળી હતી. આ અંગે પહેલા મહિલાએ પોતાનાં પતિને પુછતા તેણે સમલૈંગિક હોવાની મનાઇ કરી હતી.
જેથી આખરે મહિલા દ્વારા ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. છોકરો બનીને વાત કરવાની શરૂઆત કરી હતી. એક દિવસ મહિલાના પતિએ ચેટિંગ દરમિયાન રિવરફ્રન્ટ પર મળવાની ઓફર કરી હતી. પતિ રિવરફ્રન્ટ પર મળવા ગયો ત્યારે પોતાની જ પત્નીને જોઇને ચોંકી ગયો હતો. તેણે માફી માંગતા જણાવ્યું કે, હું સજાતીય છું. માતાપિતાએ મારી ઇચ્છા વિરુદ્ધ મારા લગ્ન કરાવી દીધા છે.
આ અંગે મહિલાએ પોતાના સાસુ અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સસરાને વાત કરતા તેમણે કહ્યું કે, તુ કોઇને વાત ન કરતી નહી તો તને બદનામ કરી દઇશું. અમારો પુત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બાબતે ઝગડો થતા તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. જેથી તે સુરેન્દ્રનગરમાં રહેતા પોતાના કાકાના ઘરે જતી રહી હતી. પત્નીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કે, સગાઇ બાદ લગ્નની ઉતાવળ થતા પતિ સાથે ક્યાંય બહાર જઇ શકી નહોતી. 2019માં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન મારી સાથે પાંચથી 6 વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનો દેખાવ કર્યો. લેહ લદ્દાખ ફરવા ગયા ત્યારે પણ મારા પતિ મારી સાથે બેસતા નહોતા અને સુવા પણ આવતા નહોતા હું વર્જિન છું.
પત્નીની ફરિયાદ અનુસાર 28 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા. લગ્નની પહેલી રાત્રે તેઓ ફાર્મ હાઉસમાં હતા. જો કે જેઠ અને જેઠાણી પણ સાથે આવ્યા હતા. વહેલી સવારે 04.30 વાગ્યા સુધી ચારેય એક જ રૂમમાં હતા અને અલગ અલગ ગેમ્સ રમતા રહ્યા અને વાતો કરતા રહ્યા. સવારે 06.30 પુજા રાખી હોવાથી 04.30 વાગ્યે સુઇ ગયા હતા. આ ઉપરાંત દરરોજ રાત્રે સસરા બેડરૂમનું બારણુ ખુલ્લુ રખાવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે