VAPI નગરપાલિકાએ એક રાહત આપીને બીજા હાથે રાહત છીનવી લીધી

નગરપાલિકા દ્વારા સાત વર્ષ પછી વેરામાં 10 ટકાનો વધારો કરવાનો તૈયારીઓ ચાલી રહી છે. નિયમ મુજબ પાલિકાનું ઓડિટ થવા છતાં વેરો વધેલો નહીં હોવાથી પાલિકા શાસકોએ વેરામાં 10 ટકા વધારો કરવામાં કરવો પડશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. વેરામાં 10 ટકા વધારો કરવામાં આવતા વાપી નગરપાલિકા વિસ્તારના 82 હજાર મિલકત ધારકોને રૂપિયા 1.30 કરોડનો બોજ પડશે. આ દસ ટકા વેરા વધારાને કારણે મિલકતદારોકોના લાઇટ વેરો પાણીવેરોમાં પણ વધારો થશે. 

VAPI નગરપાલિકાએ એક રાહત આપીને બીજા હાથે રાહત છીનવી લીધી

નિલેશ જોશી /વાપી : નગરપાલિકા દ્વારા સાત વર્ષ પછી વેરામાં 10 ટકાનો વધારો કરવાનો તૈયારીઓ ચાલી રહી છે. નિયમ મુજબ પાલિકાનું ઓડિટ થવા છતાં વેરો વધેલો નહીં હોવાથી પાલિકા શાસકોએ વેરામાં 10 ટકા વધારો કરવામાં કરવો પડશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. વેરામાં 10 ટકા વધારો કરવામાં આવતા વાપી નગરપાલિકા વિસ્તારના 82 હજાર મિલકત ધારકોને રૂપિયા 1.30 કરોડનો બોજ પડશે. આ દસ ટકા વેરા વધારાને કારણે મિલકતદારોકોના લાઇટ વેરો પાણીવેરોમાં પણ વધારો થશે. 

એક બાજુ વેરો ભરનારને પંદર ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ સાત વર્ષ બાદ 10 ટકા વધારો કરવામાંની ચાલી રહેલી તૈયારીઓના કારણે નગરપાલિકા વિસ્તારના આવેલા ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે પાલિકા શાસકો નિયમ મુજબ વેરો વધારો કરવો જ પડે તેવી પરિસ્થિતિ હોવાને કારણે વેરા વધારાને યોગ્ય ઠેરવી રહ્યા છે. 

બીજી બાજુ વાપી નગરપાલિકામાં સો ટકા વેરા વસૂલાત સફળ થાય તે માટે મિલકત ધારકોને વહેલાસર વેરો ભરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વહેલો વેલો ભરે તો દસ ટકા રાહત આપવાની પણ સ્કીમ અમલમાં મૂકેલી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો બીજી બાજુ નિયમોને આગળ ધરી અને વેરામાં વધારો કરવો પડશે જ તેવી પણ મજબૂરી જણાવી અને પાલિકા શાસકો દ્વારા વેરો વધારવાની થઈ રહેલી હિલચાલને કારણે મિલકતધારકોમાં નારાજગી જોવા પણ જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news