નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !
મહાવાવાઝોડાનો ખતરો ટળ્યો નથી તે ક્રિકેટનાં બોલની જેમ ઓમાનથી ગુજરાત તરફ ફરી પાછુ ફરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
Trending Photos
અમદાવાદ : ‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 570 કિમી દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.
6 નવેમ્બરે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
‘મહા’ વાવાઝોડાની સૌથી વધુ અસર 6 તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં થશે અને ભારે વરસાદ પડશે. જ્યારે 7 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે અગાહી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ સતત ધીમીધારે વરસી રહ્યો છે.
‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ
ગુજરાતના દરિયા કિનારે ‘મહા’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની થયું છે. 6 અને 7 નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે NDRFની ટીમોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડ , નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. ક્રાઈસીસ મેનેજમેન્ટનું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમા ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત દેશમાંથી ભેજ શોષીને ‘મહા’ મજબૂત બની રહ્યું છે અને આ કારણોસર જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.
દરિયો તોફાની બન્યો
દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે