પહેલી નવરાત્રીથી સ્ટેચ્યુઓફ યુનિટી ફરી ખુલ્લુ મુકાશે, જતા પહેલા ખાસ વાંચજો નહી તો પસ્તાશો

  કોરોના વાયરસ પરિસ્થિતીમાં હવે સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગયા બાદ ગુજરાતનાં પ્રવાસન અને યાત્રાધામો તબક્કાવાર ખુલી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરનાર સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુઓફ યુનિટીને પણ પ્રથમ નવરાત્રીએ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે તે દરમિયા કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત એન્ટ્રી પણ તબક્કાવાર અને ટાઇમ સ્લોટ પ્રમાણે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ સહિતના સ્થળો ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા.

પહેલી નવરાત્રીથી સ્ટેચ્યુઓફ યુનિટી ફરી ખુલ્લુ મુકાશે, જતા પહેલા ખાસ વાંચજો નહી તો પસ્તાશો

નર્મદા :  કોરોના વાયરસ પરિસ્થિતીમાં હવે સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગયા બાદ ગુજરાતનાં પ્રવાસન અને યાત્રાધામો તબક્કાવાર ખુલી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરનાર સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુઓફ યુનિટીને પણ પ્રથમ નવરાત્રીએ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે તે દરમિયા કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત એન્ટ્રી પણ તબક્કાવાર અને ટાઇમ સ્લોટ પ્રમાણે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ સહિતના સ્થળો ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા.

કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને લોકો ફરવા માટે આવી પણ શકે તે માટે ખાસ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી ઓનલાઇન બુકિંગને જ માન્ય રાખવામાં આવશે. રોજિંદી રીતે માત્ર 2500 લોકોનું જ બુકિંગ કરવામાં આવશે. આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. 

હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જનારા પ્રવાસીઓને માત્ર ઓનલાઇન ટિકિટ મળશે. તંત્ર દ્વારા જણાવાયા અનુસાર પ્રવાસીઓને દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત વેબસાઇટ પરથી જ ટિકિટ મેળવી શકશે. જે સ્લોટની ટિકિટ હશે તે સમયે જ પ્રવેશ આપવામાં આવશે. કોઇ પણ પ્રકારની ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઇશ્યું કરવામાં આવતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news