ખેડૂત બિલ વિરોધ: રાહુલ ગાંધી ગુજરાતમાં 50 KM લાંબી ટ્રેક્ટર યાત્રા કરે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને 50 કિલોમીટર લાંબી ટ્રેક્ટર યાત્રા યોજે તેવી શક્યતાઓ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બાદ રાજ્યમાં તેઓ ખેડૂતને લગતા ત્રણ કાયદાઓનો વિરોધ કરવા માટે આવી શકે છે. ઓક્ટોબરના અંત સુધીમાં તેઓ રાજ્યમાં આવે તેવી ચર્ચા સુત્રો વચ્ચે ચાલી રહી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી રાજ્યમાં આગામી સમયમાં યોજવા જઇ રહેલા 8 બેઠકની પેટા ચૂંટણી પર અસર થઇ શકે છે. 
ખેડૂત બિલ વિરોધ: રાહુલ ગાંધી ગુજરાતમાં 50 KM લાંબી ટ્રેક્ટર યાત્રા કરે તેવી શક્યતા

અમદાવાદ  : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને 50 કિલોમીટર લાંબી ટ્રેક્ટર યાત્રા યોજે તેવી શક્યતાઓ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બાદ રાજ્યમાં તેઓ ખેડૂતને લગતા ત્રણ કાયદાઓનો વિરોધ કરવા માટે આવી શકે છે. ઓક્ટોબરના અંત સુધીમાં તેઓ રાજ્યમાં આવે તેવી ચર્ચા સુત્રો વચ્ચે ચાલી રહી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી રાજ્યમાં આગામી સમયમાં યોજવા જઇ રહેલા 8 બેઠકની પેટા ચૂંટણી પર અસર થઇ શકે છે. 

ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન પ્રભાવી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં શહેર જિલ્લા પ્રમુખો, પ્રબારીઓ અને નગરપાલિકા પ્રમુખો સાથે બેઠકો પુર્ણ થઇ ચુકી છે. વર્ચ્યુઅલ સભાઓ અને પ્રચાર માટેની સંપુર્ણ કામગીરી પણ લગભગ પુર્ણ કરી દેવામાં આવી છે. જો કે પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અનેક મહત્વની જવાબદારી યુવા નેતા હાર્દિક પટેલને સોંપવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધી પણ જો આ રેલી યોજે તો તેના કારણે ઘણો મોટો ફાયદો થાય તેવી શક્યતા ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ સેવી રહ્યા છે. 

રાહુલ ગાંધી પંજાબ અને હરિયાણા બાદ રાજ્યના પ્રવાસ દરમિયાન ખેડૂતને લગતા મુદ્દાઓ, સ્કુલ ફી, બેરોજગારી જેવા મુદ્દે ચૂંટણીનો પ્રચાર કરે તેવો ગણગણાટ કાર્યકરોમાં થઇ રહી છે. ગુજરાત કોંગ્રેસે રાજ્યની આઠ બેઠકો પરની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. હાલ કોંગ્રેસે અબડાસા, મોરબી, ધારી, ગઢતા અને કરજણ બેઠકો માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે હજુ લીંબડી, ડાંગ અને કપરાડા બેઠક પરના ઉમેદવારોની જાહેરાત બાકી છે. ત્યારે કોંગ્રેસ બીજી યાદી બહાર પાડવા બદલે સીધા જ ઉમેદવારોને મેન્ડેટ ફાળવીને ફોર્મ ભરવા મોકલે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. જો કે જ્ઞાતી સમીકરણ અને સ્થાનિક હુંસાતુંસીના કારણે ઉમેદવાર જાહેર કરવો કોંગ્રેસ માટે ખુબ જ મુંઝવણભર્યો પ્રશ્ન બની ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news