રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ધો.12 સાયન્સમાં ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...

સૌથી નાનો પુત્ર ધ્રુવએ તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખુબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમા આવ્યો છે. આજે જાહેર થયેલ બોર્ડના પરિણામમાં તેણે 99.48 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90% પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે.

રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ધો.12 સાયન્સમાં ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...

નચિકેત મહેતા/ખેડા: આજે HSC બોર્ડ સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ વ્યવસાય લક્ષી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે નડિયાદમાં રીક્ષા ચાલકનો પુત્રએ સતત વાંચન કરી ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીએ 99.48 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત ગુજકેટમાં પણ 99.90% પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યા છે. આ પરિણામ ઉત્કૃષ્ટ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખાસ કરીને માવતર ગળગળા થઈ ગયા હતા.

નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં ફતેપુરા રોડ પર નિતીનભાઇ મનુભાઈ રાવળ રહે છે. તેઓ પોતે નડિયાદ શહેરમાં છુટક રીતે રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના પત્ની જ્યોતીબેન હાઉસ વાઈફ છે. તેમને 3 સંતાનો‌ છે જેમાં સૌથી મોટી દિકરી જાગૃતિ, દિકરો રોનક અને સૌથી નાનો પુત્ર ધ્રુવ છે. નિતીનભાઇના ત્રણેય સંતાનો અભ્યાસમાં ટેલેન્ટેડ છે.

સૌથી નાનો પુત્ર ધ્રુવએ તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખુબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમા આવ્યો છે. આજે જાહેર થયેલ બોર્ડના પરિણામમાં તેણે 99.48 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90% પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. જેથી આ રાવળ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરિણામ બાદ સવારથી જ ધ્રુવના મિત્રો તેમજ સ્નેહીજનો તેના ઘરે આવી ધ્રુવને સિદ્ધિ બદલ વધાવી લીધો છે. જ્યારે ધ્રુવના માવતરે ધ્રુવને મીઠું મો કરાવી તેના ઉજ્જવળ કારકિર્દી માટે પ્રાર્થના કરી છે.

ધ્રુવે કહ્યું કે, આ સફળતા માટેનો જો કોઈ પ્રેરણાસ્ત્રોત હોય તો તે છે મારા માવતર, મારા પિતા રીક્ષા ચલાવી માંડ માંડ દિવસના બે છેડા ભેગા કરે છે હું નાનપણથી મારા માતા-પિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું. એટલે જ હું પહેલાથી જ અભ્યાસ પાછળ જ રચ્યો પચ્યો હતો. અગાઉ પણ મારે SSC બોર્ડમાં 99.88 પર્સેન્ટાઇલ આવેલા છે. આ સિદ્ધિ મારી એકલાની નથી. મારી શાળા નડિયાદ વિઝન‌ સ્કૂલના શિક્ષકોનું સતત માર્ગદર્શન મને મળ્યું છે. મારે ટ્યુશન નહોતું મે ફક્ત શાળાના શિક્ષકોને ફ્લો કર્યા છે. હું આગળ બીટેક કરવા ઈચ્છું છું તેમ જણાવ્યું છે. 

વધુમાં જે લોકોને આ પરિક્ષામાં નિષ્ફળતા મેળવી છે તેમના માટે પણ સંદેશો આપતા કહ્યું કે, 'જીવનમા નિષ્ફળતા તો આવ્યા કરશે ક્યારે નાસીપાસ નહી થવાનું', મારા જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ મે જાતે ફેસ કરી છે. ખાસ કરીને અભ્યાસ માટેના અપુરતા સાધનો અને આર્થિક સ્થિતિ જવાબદાર કહી શકાય. જ્યારે નિતીનભાઇ રાવળ કહ્યું કે, હું છેલ્લા 25 વર્ષથી રીક્ષા ચલાવી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. ગયા 6 મહિના અગાઉ જ મે નવી રીક્ષા લોન પર વસાવી હતી. નડિયાદ શહેરમાં શટલ મારુ છું. પુત્રની સિધ્ધિ બાબતે તેમણે જણાવ્યું કે, માર 3 સંતાનો ભણવામાં ખુબ જ હોંશિયાર છે અને સૌથી નાનો પુત્ર ધ્રુવ તો બાલ મંદિરથી સતત ફર્સ્ટ આવ્યો છે. બસ એની કારકીર્દિ માટે અમારી કુળ દેવીને પ્રાર્થના કરું છું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news