ગુજરાતની જીવાદોરી સમાન અનેક નદીઓ પ્રદૂષિત, જાણો કઈ-કઈ નદી છે દુષિત લિસ્ટની યાદીમાં...

અનેક નદીઓમાં દૂષિત પાણી ભળી રહ્યા છે. જેના કારણે લોકોને પ્રદૂષિત પાણી પીવું પડી રહ્યું છે. વડોદરાની મિની નદીના પાણીનો તો રંગ જ બદલાઈને કાળો કે લાલ થઈ ગયો છે. આ જ નદીમાંથી વડોદરાના લાખો લોકોને પીવાનું પાણી મળે છે.

ગુજરાતની જીવાદોરી સમાન અનેક નદીઓ પ્રદૂષિત, જાણો કઈ-કઈ નદી છે દુષિત લિસ્ટની યાદીમાં...

અમદાવાદ: ગુજરાતની જીવાદોરી અને લોકમાતા સમાન ગણાતી નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. સાબરમતી હોય, ભાદર કે પૂર્ણા. તમામ નદીઓ પ્રદૂષિત થઈ છે. જીપીસીબીને જાણે નદીઓને સ્વચ્છ રાખવામાં રસ જ હોય એવું લાગી રહ્યું છે. અનેક નદીઓમાં દૂષિત પાણી ભળી રહ્યા છે. જેના કારણે લોકોને પ્રદૂષિત પાણી પીવું પડી રહ્યું છે. વડોદરાની મિની નદીના પાણીનો તો રંગ જ બદલાઈને કાળો કે લાલ થઈ ગયો છે. આ જ નદીમાંથી વડોદરાના લાખો લોકોને પીવાનું પાણી મળે છે.

તો રાજકોટની જીવાદોરી સમાન આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની વાત હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે તેનું વહેણ સાંકડુ થઈ ગયું છે અને નદીમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં અનેક કેમિકલ કંપનીઓ પણ પાણી ટ્રીટમેન્ટ વિના સીધું ઠાલવી રહી છે. પરિણામ સ્વરૂપે આજે નદીમાં શુદ્ધ નહીં પરંતુ ગંદુ અને ફીણવાળું પાણી વહી રહ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરની ખાડીનું ગંદુ પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિકોને પ્રદૂષિત પાણી મળે છે. 

રાજકોટના જેતપુરની ભાદર નદીમાં વર્ષોથી સાડી ઉદ્યોગના પાણી ઠલવાઈ છે. પરંતુ જીપીસીબી જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડની ઔરંગા નદીમાં ડ્રેનેજનું પાણી સીધેસીધું ઠાલવવામાં આવે છે. તો જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતી અને રાજાશાહી વખતની રંગમતી નદી અતિ પ્રદૂષિત હાલતમાં જોવા મળી રહી છે.

રંગમતી નદીમાં ગટરનું ગંદું પાણી અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતમાં આ સ્થિતિ છે. તો સવાલ એ છે કે, શું આ સ્થિતિ કોઈને દેખાતી નથી? કે પછી જાણી જોઈને આ કિસ્સાામં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?

નવસારીની પૂર્ણા નદીમાં વર્ષોથી ઠલવાઈ છે કંપનીઓનું કેમિકલયુક્ત અનટ્રીટેડ પાણી
જીવન આપનરી લોકમાતાઓ પ્રદૂષિત થઈ રહી છે. નવસારીની પૂર્ણા નદીમાં પણ શહેરનું ડ્રેનેજનું દૂષિત પાણી અને GIDC ની કંપનીઓમાંથી કેમિકલયુક્ત અનટ્રીટેડ પાણી છોડાતા પ્રદૂષિત થઈ રહી છે. વર્ષોથી નદી શુદ્ધિકરણની માંગ ઉઠે છે, પણ તંત્ર છે કે તેના પેટનું પાણી હાલતું નથી. જેમાં પણ GPCB નવસારી જિલ્લામાં સુષુપ્ત અવસ્થા હોય એવી સ્થિતિ બની છે. કારણ કંપનીઓ પર નિયંત્રણ રાખી કેમિકલયુક્ત કે દૂષિત પાણી ટ્રીટ કરીને ફરી ઉપયોગમાં લઈ લે અથવા તો ટ્રીટેડ પાણી નદીમાં છોડવાનું હોય છે. પરંતુ GPCB ના અધિકારીઓના આળસને કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. 

કોરોના કાળમાં પ્રથમ લોકડાઉન ના થોડા દિવસોમાં જ નદી શુદ્ધ નિર્મળ થઈ હતી, પરંતુ લોકડાઉન ખુલ્યા જ ફરી કાળુ મેષ જેવુ પાણી ખાડી મારફતે પૂર્ણા નદીમાં ઠલવાય છે અને નદી દૂષિત થઈ રહી છે. બીજી તરફ નવસારી વિજલપોર પાલિકા દ્વારા હજી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ વર્ષોના પ્રયાસ બાદ પણ હજી બન્યો નથી. જેથી પૂર્ણા શુદ્ધ રહે એ માટે તંત્ર દ્વારા ઉચિત પગલાં લેવાય એજ સમયની માંગ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news