ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષી અક્ષયનો નવો દાવ, ફરી કરી દયા અરજી


નિર્ભયાના દોષી અક્ષયનો ફાંસીથી બચવા આ નવો કારસો છે. હકીકતમાં, નિર્ભયાના દોષીતોને 3 માર્ચ સવારે 6 કલાકે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્ટ્ર રાણાએ નવું ડેથ વોરંટ જારી કરવાની માગ કરતી અરજી પર આ આદેશ આપ્યો હતો. 
 

ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષી અક્ષયનો નવો દાવ, ફરી કરી દયા અરજી

નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર અને હત્યાના દોષી અક્ષયે ફાંસીના ત્રણ દિવસ પહેલા એકવાર ફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપીલ કરી છે. દોષી અક્ષયે રાષ્ટ્રપતિની પાસે ફરીથી દયા અરજી કરી છે. આ પહેલા એકવાર રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ નિર્ભયાના દોષી અક્ષયની દયા અરજી નકારી ચુક્યા છે. સમચાર એજન્સી એએનઆઈ પ્રમાણે હવે દોષી અક્ષયે નવી દયા અરજી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા દાખલ કરવામાં આવેલી દયા અરજીમાં તમામ તથ્યો નહોતા. 

નિર્ભયાના દોષી અક્ષયનો ફાંસીથી બચવા આ નવો કારસો છે. હકીકતમાં, નિર્ભયાના દોષીતોને 3 માર્ચ સવારે 6 કલાકે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્ટ્ર રાણાએ નવું ડેથ વોરંટ જારી કરવાની માગ કરતી અરજી પર આ આદેશ આપ્યો હતો. 

આ સિવાય શુક્રવારે નિર્ભયાના દોષી પવન કુમારે ફાંસીથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. તેણે પોતાની ક્યૂરેટિપ પિટિશનમાં મોતની સજાને આજીવન કેદની સજામાં ફેરવવાની માગ કરી છે. દોષી પવન કુમારના વકીલ એપી સિંહે દલીલ આપી છે કે ગુનાના સમયે પવન કુમાર સગીર હતો અને મોતની સજા તેને ન આપવી જોઈએ. 

ફરી ટળશે નિર્ભયાના દોષીતોની ફાંસી? પવનની ક્યૂરેટિવ પિટિશન પર 2 માર્ચે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ   

દોષી પવનની ક્યૂરેટિવ પિટિશન પર સોમવારે સુપ્રીમમાં સુનાવણી
દોષી પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટિશન પર સુપ્રીમ કોર્ટ સોમવાર, 2 માર્ચે સવારે 10.25 કલાકે સુનાવણી કરશે. આ મામલામાં જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ નરીમન, જસ્ટિસ ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણ ચેમ્બરમાં સુનાવણી કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દોષી અક્ષય, વિનય અને મુકેશની ક્યૂરેટિવ પિટિશન નકારી ચુક્યું છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ત્રણેયની દયા અરજી નકારી ચુક્યા છે. પરંતુ નિર્ભયાના દોષી પવને હજુ સુધી દયા અરજી દાખલ કરી નથી. નિર્ભયાના દોષીતોને ફાંસી આપવા માટે ત્રીજીવાર ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ પહેલા બે વખત ફાંસી ટળી ચુકી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news