સુરતમાં ગાડીને ટક્કર મારનાર રીક્ષા ચાલકને ગરીબ સમજી જવા દીધો, આગળ જતા તેણે એવું કર્યું કે...
Trending Photos
સુરત : શહેરના સુમુલ રોડમાં રહેતા અને પાલ ખાતે ફાસ્ટફુડની દુકાનના માલિકે કતારગામ દરવાજા પાસે તેમની ઇકો કાર સાથે અકસ્માત થયો હતો. જો કે અકસ્માત કરનારા રીક્ષા ચાલક ગરીબ હોવાથી તેની સાથે કોઇ ફરિયાદ કરી નહોતી અને જવા દીધો હતો. જો કે રીક્ષાચાલકે થોડા દુર ગયા બાદ જીલાની બ્રિજ નજીક લાકડાના ફટકા અને પથ્થરમારી કારના કાચ તોડી નાખતા છેવટે કાર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સુમુલ ડેરી રોડ વિશ્વકૃપા સોસાયટીમાં રહેતા 48 વર્ષીય અમિત નરેન્દ્રભાઇ પટેલ પાલગ્રામ સર્કલ પાસે ગ્રેનીસ ડેલી નામની ફાસ્ટફુડની દુકાન ચલાવે છે. અમિતભાઇ પોતાની ઇકો કાર લઇને સાથે દુકાને જતા હતા. કતારગામ દરવાજા પંજાબ બેકરી સામે પાછળથી રીક્ષા ચાલક કારને ટક્કર મારીને દરવાજા પર ઘોબો પાડી દીધો હતો.
અમિતભાઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનારા પીસીઆઇ વાન સ્થળ પર આવી હતી. તે સમયે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. રીક્ષાચાલક બહુ ગરીબ છે. ગાડીને વધારે નુકસાન નથી થયું તેમ કહેતા અમિતભાઇએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જેથી રિક્ષા ચાલક જતો રહ્યો હતો. જો કે આગળ જતા ગાડી રોકીને કાચ તોડી નાખ્યો હતો. માર માર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે