લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગાયો
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશ વાકાવાડા લુમ્સ ના કારખાના ચલવે છે હરીશભાઈ પાસે રોકડમાં ઘરે પાંચ કરોડ પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયે થી આ બ્લેક મનીને વાઈટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા.
Trending Photos
ચેતન પટેલ/સુરત: કહેવાય છે કે જ્યાં લાંચિયા હોય ત્યાં ઘુતારા ભૂખે નથી મરતા. આવો જ એક કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વાઈટ કરવા માટે વાતોમાં આવી ગયા હતા. ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમા લઈ આ રૂપિયા આપવા માટે ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી.
પરંતુ એક ઇનોવા કારમાં આવેલા ચાર ઈસમો દ્વારા વૃદ્ધને કારમાંથી પૈસાના ઠેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કાળમાં જબરજસ્તી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છુટ્યા હતા વૃદ્ધે આકા નો પીછો પણ કર્યો હતો પરંતુ કારચાલક આરોપી જુમ સ્ટાઇલ એ ત્યાંથી પસાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી એસીપી ક્રાઈમ બ્રાન્ચ રાંદેર પોલીસનો કાફલો ઘટાડે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓએ શ્રીકાંતને પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશ વાકાવાડા લુમ્સ ના કારખાના ચલવે છે હરીશભાઈ પાસે રોકડમાં ઘરે પાંચ કરોડ પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયે થી આ બ્લેક મનીને વાઈટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન 15 દિવસ પહેલા તેમની ઓળખાણ શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના સાથે થયા હતા. આ બંને શખ્સ મુંબઈના રહેવાસી છે. શૈલેન્દ્ર અને શ્રીકાંતે બ્લેક મની ને વાઈટ કરવા માટે આ વૃદ્ધને જણાવ્યું હતું જેથી આ બંનેની વાતમાં આવી જઈ વૃદ્ધ સહમત થયા હતા. બ્લેક મની ની આ એન્ટ્રી વૃદ્ધને આરટીજીએસ મારફતે વાઈટમાં મળનારી હતી.
આજરોજ બપોરના સમયે વૃદ્ધ હરીશભાઈ શ્રીકાંત અને શૈલેન્દ્ર સાથે આ રોકડ રકમ લઈ પોતાના ઘરેથી કારમાં નીકળ્યા હતા. હરીશભાઈએ સામે પક્ષના વ્હાઇટ એન્ટ્રી આપનાર લોકોને ઘર પાસે જ બોલાવ્યા હતા હરીશભાઈ જેવા ગાડી થોભાવી કે તુરંત જ એક વાઈટ કલરની ઇનોવા ત્યાં આવી પહોંચી હતી જેમાં ચાર લોકો તેમાં સવાર હતા. આ ચારેય શખ્સોએ સૌપ્રથમ તો હરીશભાઈને કારમાંથી રોકડ ભરેલા થયેલા પોતાની ઇનોવા કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ શ્રીકાંત અને શૈલેન્દ્રને ઊંચકીને તેમને કારમાં જબરજસ્તી બેસાડી દીધા હતા. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા જેથી હરીશભાઈ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો પરંતુ આરોપીઓ ધૂમ સટાઇલમાં ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
વૃદ્ધે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણકારી આપી હતી ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસ નો કાફલો તેમજ ડીસીપી એસીપી ક્રાઈમ બ્રાન્ચ એસોજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે પણ તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જે ત્રિકાળને આરોપીઓ જબરજસ્તી લઈ ગયા હતા તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો છે.
જેથી રાંદેર પોલીસ નો ડિસ્ટાફની એક ટીમ પરસાણા ખાતે પહોંચી હતી અને શ્રીકાતનો કબજો લીધો હતો. બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મને ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌનધારણ કર્યું હતું. જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ પૈસા જમીન વેચાણના આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે હાલ તો પોલીસે આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સુધી પહોંચસે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે