વૈશ્વિક ફલક પર ફરી ગૂંજ્યું ગુજરાતનું નામ; જાણો શું હતી ગુજરાતની ઝાંખીની વિશેષતા?

દિલ્લીના કર્તવ્ય પથ પર ત્રણેય સેનાના જવાનોના દિલધડક કરતબ અને વિવિધ રાજ્યોની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું. 16 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારના 9 મંત્રાલયની ઝાંખીઓએ પરેડમાં ભાગ લીધો. જેમાં ગુજરાતની ઝાંખીએ સૌને મંત્રમુગ્ધ કરી નાંખ્યા હતા.

વૈશ્વિક ફલક પર ફરી ગૂંજ્યું ગુજરાતનું નામ; જાણો શું હતી ગુજરાતની ઝાંખીની વિશેષતા?

ઝી બ્યુરો/કચ્છ: દેશના 75મા ગણતંત્ર પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. દિલ્લીના કર્તવ્ય પથ પર ત્રણેય સેનાના જવાનોના દિલધડક કરતબ અને વિવિધ રાજ્યોની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું. 16 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારના 9 મંત્રાલયની ઝાંખીઓએ પરેડમાં ભાગ લીધો. જેમાં ગુજરાતની ઝાંખીએ સૌને મંત્રમુગ્ધ કરી નાંખ્યા હતા. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત કેવી હતી આ ઝાંખી? શું છે તેની વિશેષતા?

દેશના 75મા ગણતંત્ર દિવસ કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ત્રણેય સેનાના જવાનોએ દિલધડક કરતબથી આકર્ષણ જમાવ્યું. તો વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખીઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા. પરંતુ જ્યારે તામિલનાડુના ટેબ્લો પછી ગુજરાતની ઝાંખીના દર્શન થયા તેની સાથે જ કર્તવ્ય પર એક અલગ જ રંગ પથરાઈ ગયો. કચ્છના એક નાનકડા ગામ ધોરડોની આ ઝાંખીએ લોકોના મનમોહી લીધા હતા. 

ધોરડો ગુજરાતનું ગ્લોબલ આઈકોન વિષય પર આધારિત આ ઝાંખીએ કર્તવ્ય પર એક અલગ જ રંગ પાથર્યો હતો. ધોરડોના ઈતિહાસ અને કચ્છાની ભાતીગળ સંસ્કૃતિ તથા હસ્તકળાને દર્શાવતી આ ઝાંખીમાં, હસ્તકલાની સાથે રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યને દર્શાવાયું હતું. તો જ્યાં ગુજરાત હોય ત્યાં ગરબા વગર થોડું ચાલે?...ગુજરાતની ઝાંખીની સાથે મહિલાઓએ ગરબે ઘૂમી એક અલગ જ આકર્ષણ ઉભુ કર્યું હતું.

અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બની ગયું છે. અને આ જ ધોરડોને ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું...ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવ્યા. તો આ ટેબ્લોમાં સ્થાનિક રોગાન કલાને મહત્વ અપાયું હતું. જેના કારણે ધોરડોના રોગાન કલાનું કામ કરતા કારીગરો ખુશ ખુશાલ જોવા મળ્યા. 

શું હતી ગુજરાતની ઝાંખીની વિશેષતા?

  • પર્યાવરણીય-ભૌગોલિક, કુદરતી વિષમતાઓથી ભરપૂર
  • કચ્છના રણમાં આવેલું ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ 
  • પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બની ગયું છે ધોરડો
  • વિદેશી પ્રવાસીઓ ડિજિટલ પેમેન્ટથી કલાકૃતિઓને ખરીદતાં દર્શાવાયા
  • ટેબ્લોમાં સ્થાનિક રોગાન કલાને મહત્વ અપાયું 

આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ,આ 5 રાશિના લોકોને બદલાઈ જશે કિસ્મત, થશે આ લાભ

સફેદ રણમાં આવેલું ધોરડો પહેલા માત્ર એક ધૂળિયુ ગામડું હતું. પરંતુ પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ધોરડો પર વિશેષ ધ્યાન આપ્યું અને એક એવું ટુરિઝમ સ્થળ બનાવ દીધું કે આજે દેશ જ નહીં પરંતુ પરદેશમાંથી પણ લોકો અહીં ઉમટે છે. અહીં રણોત્સવ થાય છે, કચ્છી લોક સાંસ્કૃતિના અલગ અલગ પ્રોગ્રામ થાય છે. જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. અને તેથી જ યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજમાં ધોરડોને સ્થાન અપાયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news