પદ્મ પુરસ્કારોમાં કેવી રીતે છવાયા ગુજરાતીઓ? આ પહેલા ક્યારેય એક સાથે નથી મળ્યું આ સન્માન!

સૌથી વધુ ગુજરાતીઓ છવાઈ ગયા. સૌથી પહેલી વખત એક સાથે 8 ગુજરાતીઓના નામ પદ્મ પુરસ્કારમાં આવ્યા છે. આ પહેલા ક્યારેય એક સાથે આટલા ગુજરાતને આ સન્માન મળ્યું નથી. ત્યારે કયા ગુજરાતીને કયા ક્ષેત્ર માટે મળ્યું પદ્મ પુરસ્કારનું સન્માન?

પદ્મ પુરસ્કારોમાં કેવી રીતે છવાયા ગુજરાતીઓ? આ પહેલા ક્યારેય એક સાથે નથી મળ્યું આ સન્માન!

ઝી બ્યુરો/અમદાવાદ: 75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. અલગ અલગ ક્ષેત્રની 132 હસ્તીઓના નામ જાહેર કરવામાં આવ્યા. તેમાં સૌથી વધુ ગુજરાતીઓ છવાઈ ગયા. સૌથી પહેલી વખત એક સાથે 8 ગુજરાતીઓના નામ પદ્મ પુરસ્કારમાં આવ્યા છે. આ પહેલા ક્યારેય એક સાથે આટલા ગુજરાતને આ સન્માન મળ્યું નથી. ત્યારે કયા ગુજરાતીને કયા ક્ષેત્ર માટે મળ્યું પદ્મ પુરસ્કારનું સન્માન?

  • ડૉ.તેજસ મધુસુદન પટેલ
  • કુંદન વ્યાસ
  • રઘુવીર ચૌધરી
  • યઝદી માણેકશા ઇટાલિયા 
  • હરીશ નાયક
  • દયાળ માવજીભાઈ પરમાર
  • જગદીશ લાભશંકર ત્રિવેદી
  • કિરણ વ્યાસ

હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે વાન

આ આઠ એ ગુજરાતીઓ છે જેમણે પોતાના ક્ષેત્રમાં કરેલા ઉત્કૃષ્ઠ પ્રદર્શનને કારણે તેમનું પદ્મ પુરસ્કારથી સન્માન કરાયું છે. આ એવા ગુજરાતીઓ છે જેમણે ગુજરાતનું નામ દેશમાં રોશન કર્યું છે. આ હસ્તીઓએ અલગ અલગ ક્ષેત્રમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને કારણે તેમને દેશના સૌથી સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરાશે. 

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી. જેમાં 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી. કુલ 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે...જે 110 લોકોને પદ્મશ્રી આપવામાં આવશે તેમાં પાર્વતી બરુઆ, જાગેશ્વર યાદવ, ચાર્મી મૂર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગથામ સહિતના નામો સમાવેશ થાય છે. ગુજરાતમાં જાણિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તેજસ પટેલ અને પત્રકાર કુંદન વ્યાસને પદ્મ ભૂષણનું સન્માન મળ્યું છે.

કેટલા પદ્મ પુરસ્કારની જાહેરાત? 

  • 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ
  • 17 લોકોને પદ્મ ભૂષણ
  • 110 હસ્તીઓને પદ્મશ્રી
  • કુલ 132 હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાશે 

કોને અપાશે પદ્મશ્રી? 

  • પાર્વતી બરુઆ, જાગેશ્વર યાદવ, ચાર્મી મૂર્મુ
  • સોમન્ના, સર્વેશ્વર, સંગથામ 

વડોદરામાં બોટ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં! ધડાધડ શિક્ષણ સમિતિની આ 6 શાળાને નોટિસ

જેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે રઘુવીર ચૌધરી ગુજરાતી ભાષા જાણિતા સાહિત્યકાર છે. તેમણે અનેક પુસ્તકો ગુજરાતી ભાષામાં આપ્યા છે. તો લોકસાહિત્યકાર અને જાણિતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પણ પદ્મશ્રીનું સન્માન અપાયું છે. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમોમાં થતી આવક ઘરે લઈ જતાં નથી. તમામ રકમનું દાન કરી દે છે. 

જાણિતા ડૉક્ટર યઝદી માણેકશા ઇટાલિયાને પણ પદ્મશ્રીનું સન્માન અપાયું છે. યઝદી ઈટાલિયા એક પ્રસિદ્ધ માઇક્રોબાયોલોજિસ્ટ છે. તેમણે ભારતના સિકલ સેલનો વિકાસ કર્યો છે. એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ તેમજ હીલ પ્રિક મારફતે નવજાત શિશુની તપાસ અને ICMR સાથે મળીને લોહીના નમૂનાની તપાસ કરેલી છે. 2 લાખ આદિવાસીઓનું સ્ક્રીનિંગ કર્યું હતું. કુલ 95 લાખથી વધુ આદિવાસી વ્યક્તિઓની તપાસ કરી હતી. ગુજરાતમાં 7.2 લાખ સિકલ સેલ વિશેસ કેસોની ઓળખે કરી હતી.

ડૉ. યઝદી ઈટાલિયા માઇક્રોબાયોલોજિસ્ટ

કોણ છે ડૉ.યઝદી ઈટાલિયા?

  • ભારતના સિકલ સેલનો વિકાસ કર્યો 
  • એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, હીલ પ્રિક મારફતે નવજાત શિશુની તપાસ
  • ICMR સાથે મળીને લોહીના નમૂનાની તપાસ કરેલી છે
  • 2 લાખ આદિવાસીઓનું સ્ક્રીનિંગ કર્યું હતું
  • કુલ 95 લાખથી વધુ આદિવાસી વ્યક્તિઓની તપાસ કરી
  • ગુજરાતમાં 7.2 લાખ સિકલ સેલ વિશેસ કેસોની ઓળખે કરી હતી

હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે વાન

આ સિવાય હરિશનાયકને મરણોત્તર પદ્મશ્રીનું સન્માન કરાયું છે. તેમણે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર મોટું યોગદાન આપ્યું છે. તો દયાળ પરમારને તબીબી ક્ષેત્રમાં અને યોગમાં યોગદાન બદલ કિરણ વ્યાસનું પદ્મશ્રીનું સન્માન અપાયું છે. કિરણ વ્યાસ મૂળ ગુજરાતી છે પરંતુ ફ્રાંસમાં વસવાટ કરે છે. એક સાથે 8 ગુજરાતીઓને મળેલા આ સન્માનથી પદ્મ પુરસ્કારોમાં ગુજરાતીઓને ડંકો વાગી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news