દેત્રોજ: જાહેરમાં જૂની અદાવત રાખી એક વ્યક્તિની હત્યા, પરિવારે કર્યો ચોંકાવનારો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દેત્રોજ તાલુકામાં મંગળવારે એક વ્યકિતની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. વિષ્ણુભા ઝાલા નામના વ્યકિત પર મોડી સાંજે મદ્રીસણા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે બે કારમાં આવેલા 10થી વધુ લોકોએ પહેલા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો પરંતુ વિષ્ણુભા ઝાલા ત્યાંથી ભાગતા આરોપીઓએ ફાયરિંગ કરી તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દેત્રોજ તાલુકામાં મંગળવારે એક વ્યકિતની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. વિષ્ણુભા ઝાલા નામના વ્યકિત પર મોડી સાંજે મદ્રીસણા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે બે કારમાં આવેલા 10થી વધુ લોકોએ પહેલા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો પરંતુ વિષ્ણુભા ઝાલા ત્યાંથી ભાગતા આરોપીઓએ ફાયરિંગ કરી તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરુ કરી હતી. મળતી માહિતી પ્રમાણે વિષ્ણુભા ઝાલા આઠ વર્ષ પહેલા મહેસાણામાં એક હત્યા કેસમાં જેલમાં જઈ આવ્યા હતા. અને દોઢ વર્ષ પહેલા જેલમાં છુટી દેત્રોજ તાલુકામાં પોતાના સગા-સંબંધીઓ સાથે રહેતા હતા. પરિવારજનોનું કહેવુ છે કે આ હત્યા કૌટુમ્બિક લોકોએ કરી છે અને હત્યા પાછળ જુની અદાવત કારણભુત છે.
મૃતક અંગે પ્રથામિક માહિતી મેળવતા વિષ્ણુ ઝાલા ખેતી કામ કરતા હોવાનુ સામે આવ્યુ છે. જોકે બીજી તરફ પોલીસે 10થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્યરે તમામ 10 આરોપીઓ ફરાર છે. અને આરોપીઓને શોધવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે