વડોદરા: બેઠક નિષ્ફળ રહેતા સફાઇ કર્મચારીઓનું આંદોલન યથાવત્ત

સફાઇ કામદારોનાં આંદોલન હવે વધારે ઉગ્ર બની રહ્યા છે. મોટા પ્રમાણમાં સફાઇ કર્મચારીઓ પાલિકા બહાર ધરણા કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે,સફાઇ કર્મચારીઓનાં આગેવાનો અને મહાનગર પાલિકા3નાં અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન થયું હતું. જો કે આ બેઠક સંપુર્ણ નિષ્ફળ રહી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર, મેયર, ડેપ્યુટી મેયર સહિતનાં સ્થાયી સમિતીનાં ચેરમેન હાજર રહ્યા હતા. પરંતુ આ બેઠકમાં કોઇ નિષ્કર્ષ કાઢી શકાયો નહોતો.
વડોદરા: બેઠક નિષ્ફળ રહેતા સફાઇ કર્મચારીઓનું આંદોલન યથાવત્ત

વડોદરા : સફાઇ કામદારોનાં આંદોલન હવે વધારે ઉગ્ર બની રહ્યા છે. મોટા પ્રમાણમાં સફાઇ કર્મચારીઓ પાલિકા બહાર ધરણા કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે,સફાઇ કર્મચારીઓનાં આગેવાનો અને મહાનગર પાલિકા3નાં અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન થયું હતું. જો કે આ બેઠક સંપુર્ણ નિષ્ફળ રહી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર, મેયર, ડેપ્યુટી મેયર સહિતનાં સ્થાયી સમિતીનાં ચેરમેન હાજર રહ્યા હતા. પરંતુ આ બેઠકમાં કોઇ નિષ્કર્ષ કાઢી શકાયો નહોતો.

અમદાવાદ: ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે 26મી માર્ચે ચૂંટણીની જાહેરાત
બેઠક અનિર્ણિત રહેતા કર્મચારીઓ દ્વારા ધરણા યથાવત્ત ચાલુ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે આવતી કાલે કામનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. સફાઇ કર્મચારીઓનાં ધરણા હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત લેખિત બાંહેધરી અંગેનો પત્રની માંગ સતત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો તેમની માંગ સ્વિકારવામાં નહી આવે તો તેઓ કાલની સફાઇ પ્રવૃતીથી પણ દુર રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સફાઇ કર્મચારીઓ અગાઉ અમદાવાદમાં પણ આવું પ્રદર્શ કરી ચુક્યા છે. જો કે કમિશ્નર અને મેયર દ્વારા વલણ અક્કડ રાખવામાં આવતા આખરે સફાઇ કર્મચારીઓ ઝુંક્યા હતા. તેઓ કચરો રોડ પર ફેલાવવા જેવી હિન પ્રવૃતીઓ પણ અમદાવાદમાં કરી ચુક્યા હતા. વિવિધ સ્થળેથી કચરો લાવી રોડ પર ફેંકી દઇને તંત્રને દબાણમાં લાવવાનાં પ્રયાસો પણ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news