કેવડિયા: સરકાર આદિવાસીઓને હોમસ્ટે હેઠળ તમામ રાસ રચીલું વસાવી આપશે

 સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં આવતા પ્રવસીઓ નજીકના ગામોમાં રહી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના CSR ફંડમાંથી આ આદિવાસીઓના ઘરમાં હોમ સ્ટેની સુવિધા  બનાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવામાં આવી છે. આ પ્રતિમાને લગભગ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલની વાત કરીયે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દર રોજ 15,000 થી 20,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમના રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોમાં હોમ સ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે.
કેવડિયા: સરકાર આદિવાસીઓને હોમસ્ટે હેઠળ તમામ રાસ રચીલું વસાવી આપશે

જયેશ દોશી/કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં આવતા પ્રવસીઓ નજીકના ગામોમાં રહી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના CSR ફંડમાંથી આ આદિવાસીઓના ઘરમાં હોમ સ્ટેની સુવિધા  બનાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવામાં આવી છે. આ પ્રતિમાને લગભગ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલની વાત કરીયે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દર રોજ 15,000 થી 20,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમના રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોમાં હોમ સ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન ના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ને પગલે પ્રવાસીઓ વધી રહ્યા છે. જેન લીધે હોમમાં સ્ટે પ્રોજેક્ટ અમલ કરવામાં આવ્યો છે. બીજું કારણ એ પણ છે કે હોમમાં શરતે પ્રોજેક્ટ થકી સ્થાનિકો ને રોજગારી પણ મળી રહે તેવો સરકારનો અભિગમ છે. હોમસ્ટે જયારે હોમમાં સ્ટે પ્રોજેક્ટ માટે સરકારે સી એસ આર હેઠળ ફન્ડ ફાળવવામાં આવ્યું છે. આ ફંડ થકી આદિવાસી પરિવારીને હોમમાં સ્ટે માટે પલંગ, એર કંડીશનર, ફ્રીઝ, ટીવી, સોફા સેટ જેવી વસ્તુ પણ આપવામાં આવે છે. જેથી રહેવા આવનાર પ્રવાસીઓને હોટેલ જેવી સગવડ મળી રહે. કેવડિયાની આસપાસના ગામમાં હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ સર્વે કરી 116 આદિવાસી પરિવારની પસંદગી કરવામાં આવી છે. 

આ હોમ સ્ટે પ્રવાસન નિગમ દ્વારા  ડેકાઇ ,આમદલા, એકતેશ્વર, ગોરા, ભીલવાસી, ભુમલિયા, બોરિયા, ફૂલવાડી, ગરુડેશ્વર, કેવડિયા, કોઠી, મોટી રાવલ, નાના ઝુંડા, વંસલા, વાડી, ઝરવાની,અને ઝરીયા ગામોમાં હોમ સ્ટે બનાવવામાં આવ્યા છે. આ લોકોને બધી તાલીમ આપવામાં આવી છે, કેવી રીતે ભોજન આપવું કેવી રીતે હોસ્પિટાલિટી આપવી તેની તાલીમ આપવામાં આવી છે. આ લોકોને ઓનલાઇન દરેક હોમસ્ટેની માહિતી મુકવામાં આવશે. તેઓના લોકેશન પણ મુકવામાં આવશે. જેથી તેઓને પ્રવાસીઓ મળી રહે જેના થકી તેઓને રોજગારી મળશે અને અહીંના આદિવાસીઓનું જીવન ધોરણ ઊંચું આવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news