સુરત: સીનીયર નેતાઓના રીસામણાઓની વચ્ચે શહેર કોંગ્રેસનું જમ્બો માળખુ જાહેર

ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. એક તરફ લોકસભાની ચુંટણીને ભાજપે મજબુત કામગીરી શરુ કરી દીધી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં રિસામણા શરુ થયા છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓના નારાજગીના સમચારો સામે આવ્યા હતા.

સુરત: સીનીયર નેતાઓના રીસામણાઓની વચ્ચે શહેર કોંગ્રેસનું જમ્બો માળખુ જાહેર

તેજસ મોદી/સુરત: ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. એક તરફ લોકસભાની ચુંટણીને ભાજપે મજબુત કામગીરી શરુ કરી દીધી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં રિસામણા શરુ થયા છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતાઓના નારાજગીના સમચારો સામે આવ્યા હતા. કેટલાક નેતાઓએ ગુપ્ત બેઠક પણ કરી હતી. ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસે જ સુરત શહેર કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા પાર્ટી હાઈકમાન્ડની મંજુરીથી આ માળખું જાહેર કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા

નવા માળખામાં 31 ઉપપ્રમુખ, 1 ખજાનચી,  54 મહામંત્રી, 1 પ્રવક્તા, 68 મંત્રી અને કોર કમિટીમાં 80 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે આ માળખું જાહેર થતાં કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થયા છે. સંજય પટવા સહિતના કોંગ્રેસના જુના નેતાઓ સહિતના કેટલાકને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમ જ કેટલાક જૂથનાં નેતાઓને પણ કપાયા છે. જેને પગલે નારાજગીનો દૌર શરુ થયો છે. કોંગ્રેસ સાથે જોડાયેલા સંજય પટવા, જવાહર ઉપાધ્યાય, ભુપેન્દ્ર સોલંકી, મકસુદ મિર્ઝા, જાવેદ મિર્ઝા, ગોપાલ પાટીલ, કેશવ મ્હાયાવંશી અને કાંતિ વસવાએ પોતાના પ્રાથમિક હોદ્દાઓ પર રાજીનામું આપ્યું છે. 

તમામ લોકોએ રાજુનામાં પાછળ પ્રમુખ બાબુ રાયકા દ્વારા પોતાના જૂથ અને પરિવારવાદ હોવાનું જણાવ્યું છે. આરોપ છે કે, બાબુ રાયકા શહેર પ્રમુખ છે, જ્યારે ખજાનચીની જવાબદારી તેમના પરિવારના દિપક રબારીને આપવામાં આવી છે, તો પ્રવક્તાની જવાબદારી પણ પરિવારના જ સભ્ય એવા કિરણ રાયકાને આપવામાં આવી છે. જોકે આ મુદ્દે નારાજ નેતાઓ વધુ કઈ પણ કહેવા તૈયાર નથી. બીજી તરફ પ્રમુખ બાબુ રાયકાએ ઝી 24 કલાક સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે જેમણે રાજીનામાં આપ્યા છે, તેમનું રાજીનામું હજુ સુધી તેમને મળ્યું નથી, જોકે સોશિયલ મીડિયામાં રાજીનામાં જરૂરથી ફરી રહ્યા છે.

વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ

રાજીનામું સ્વિકારવું કે નહીં તે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય હોય છે. કોંગ્રેસ સાથે તેઓ અને તમેનો પરિવાર વર્ષોથી જોડાયેલો છે, અને નવા માળખામાં 31 ઉપપ્રમુખ, 1 ખજાનચી,  54 મહામંત્રી, 1 પ્રવક્તા, 68 મંત્રી અને કોર કમિટીમાં 80 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તેમાં સમાજ અને વર્ગના લોકોનું ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ સીનીયર નેતાઓને સમાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કોઈ એક જૂથ એમ કહે કે અમારા વધુ લોકો હોય તેવું શક્ય નથી, સાથે જ બીજાને પણ મોકો મળવો જ જોઈએ, જો વર્ષોથી હોદ્દો ભોગવતા હોય તો બીજાને પણ આગળ આવવાનો હક છે.

અમદાવાદ: પોલીસ દ્વારા એવું તે શું કરવામાં આવ્યું કે કાંકરિયા કાર્નિવાલમાં ક્રાઇમ ઘટ્યું

પરિવારવાદ અંગે રાયકાનું કહેવું છે. તેઓ સમાજના મોભી છે, રબારી, રાયકા અને ગોપાલક સમાજ ખુબ મોટી સંખ્યામાં સુરતમાં રહે છે, જેથી તેમનો તમામ લોકો સન્માન થી બોલાવે છે, ત્યારે એક બે હોદ્દાઓ જો આપ્યા હોય તો તેમા કોઈ ખોટું નથી. તેમ છતાં જો કોઈને ખોટું લાગ્યું હશે તો તેમની સાથે મળી હાઈકમાન્ડને રજૂઆત કરી નારાજગી દુર કરવાનો પ્રયાસ કરવાનું પણ બાબુ રાયકાએ કહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news