ચંદ્રના ક્રેટર જેવડા ખાડા ગૃહમંત્રીને લાગે છે નાની મોટી સમસ્યા, આપ્યો આવો જવાબ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: આજે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
ગૃહમંત્રીએ જણાવ્યું કે, ભગવાનની કૃપાથી ગુજરાતમાં સારો વરસાદ થયો છે. AMC અને ઔડા વિસ્તારોમાં જે સામાન્ય નાના મોટા ખાડાઓ છે તેની કામગીરી ચોમાસા બાદ મુખ્યમંત્રીના આદેશ બાદ શરૂ કરવામાં આવશે. જો કે રસ્તાની ગુણવત્તા બાબતે સવાલ કરતા તેમણે કહ્યું કે, રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટરની ઓળખ કરવામાં આવશે.
સાબરમતી નદીમાં કેમિકલ વાળુ પાણી છોડવામાં આવવા અંગે પુછવામાં આવતા, ગૃહમંત્રીએ કહ્યું કે, જીપીસીબી દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ અંગે જીપીસીબી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે