જામનગરની ખ્યાતનામ ભોઇ સમાજની હોળી કાર્યક્રમ જાહેર જનતા માટે બંધ, જુજ લોકો જ રહેશે હાજર

ગુજરાતમાં અતિ વિખ્યાત એવા જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા કરવામાં આવતા હોલીકા દહનના કાર્યક્રમને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય ત્યારે આ વર્ષે ભોઈ સમાજ દ્વારા ખૂબ સાદગીપૂર્ણ રીતે સમાજના મર્યાદિત આગેવાનોની ઉપસ્થિતિમાં પરંપરા જાળવવા હોલિકા દહન કરવામાં આવશે. તેમા અન્ય લોકો હાજર નહી રહી શકે.
જામનગરની ખ્યાતનામ ભોઇ સમાજની હોળી કાર્યક્રમ જાહેર જનતા માટે બંધ, જુજ લોકો જ રહેશે હાજર

મુસ્તાક દલ/જામનગર : ગુજરાતમાં અતિ વિખ્યાત એવા જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા કરવામાં આવતા હોલીકા દહનના કાર્યક્રમને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય ત્યારે આ વર્ષે ભોઈ સમાજ દ્વારા ખૂબ સાદગીપૂર્ણ રીતે સમાજના મર્યાદિત આગેવાનોની ઉપસ્થિતિમાં પરંપરા જાળવવા હોલિકા દહન કરવામાં આવશે. તેમા અન્ય લોકો હાજર નહી રહી શકે.

જામનગરમાં છેલ્લા 65 વર્ષ થી ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા હોલિકા દહનની અવિરત ઉજવણી કરવામાં આવે છે, જ્યારે ભોઈ સમાજના હોલિકા દહન કાર્યક્રમમાં જામનગર સહિત ગુજરાત અને દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો હોલિકા દહનનો અનોખો કાર્યક્રમ જોવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. પરંતુ આ વર્ષ કોરોનાની મહામારી અને કોરોના ની બીજી લહેર શરૂ થઈ હોય જેથી આ હોલિકા ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ અને સમાજની પરંપરા જળવાઈ રહે માટે સમાજના લોકો દ્વારા હોલિકા તૈયાર કરવામાં આવી છે.

જામનગર ભોઈ સમાજના મર્યાદિત લોકોની હાજરીમાં જ હોલિકા દહન વિધિ ખુબ કાળજી સાથે કરવામાં આવશે. ભોઇજ્ઞાતિ ના અગ્રણીઓએ જામનગરની ધર્મ પ્રેમી જનતાને આ વર્ષ હોલિકા મોહત્સવમાં ન જોડાવા જણાવાયું છે, જેથી કોરોનાનું સંક્રમણ ન વધે અને સમાજ ના દરેક નાગરિકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news