ભુજમાં તીડનિયંત્રણ અને ખેતસર્વે ગયેલા તલાટી અને ગ્રામસેવકોને દવાની અસર થતા દોડધામ

ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવા ગયેલા અને સાથે સાથે તીડ નિયંત્રણ માટે ગયેલા તલાટી અને ગ્રામસેવકોને ખેતરમાં છાંટેલી દવાની અસર થતા તત્કાલ સારવાર માટે ખસેડવા પડ્યા

ભુજમાં તીડનિયંત્રણ અને ખેતસર્વે ગયેલા તલાટી અને ગ્રામસેવકોને દવાની અસર થતા દોડધામ

ભુજ : તીડ નિયંત્રણ- સર્વે માટે ગયેલાં 1 મહિલા સહિત 5 ગ્રામસેવક-તલાટીને ઝેરી દવાની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. લખપતના મોટી છેર ગામે તીડના કારણે ખેતરમાં થયેલાં તીડ નિયંત્રણની કામગીરી સાથે પાકની નુકસાનીનો સર્વે કરવા માટે ગયેલા તલાટી અને ગ્રામ સેવકને ઝેરી દવા ચડી ગઇ હતી. પાકમાં છેલ્લી વખત દવા છાંટવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ તલાટી અને અન્ય ગ્રામસેવકો ત્યાં પવનની દિશામાં હાજર હતા. જેથી પવનની સાથે આવેલી દવાની અસર તલાટી સહિત તમામને થઇહ તી. તેમને દવા ચડવા લાગી હતી. 

નુક્શાનીનો સર્વે કરવા ગયેલાં ચાર ગ્રામસેવકો અને એક તલાટીની ઝેરી દવાની અસરથી તબિયત લથડી ગઇ હતી. તબિયત લથડતાં તમામને તત્કાલ 108ની મદદથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓની સ્થિતી હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.  

સર્વે માટે ગયેલા તલાટી અને અન્ય ચાર ગ્રામ સેવકો ગામના ખેડૂતે ખેતરમાં જે સ્થળે જંતુનાશક દવા છાંટી ત્યાં ગયા હતા. પાંચેય જણાં ખુલ્લામાં ખેતરમાં સર્વે કરી રહ્યા હતા તે સમયે એકાએક તેમને શ્વાસમાં લેવામાં તકલીફ થવા માંડી હતી. પાંચેય જણાંને પાન્ધ્રો જીએમડીસી હોસ્પિટલ અને દયાપર CHCમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તમામને 108 મારફતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news