કોરોના મુદ્દે અંધેરી નગરી અને ગંડુરાજા, મોતના આંકડામાં ગોલમાલ, સવાલ ઉઠતા માહિતી જ બંધ કરી

રાજકોટમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વિસ્ફોટક બની રહ્યું છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ ફરી એકવાર રાજકોટની મુલાકાત લીધી છે. જો કે રાજકોટમાં આવીને તેમણે તંત્ર કે દર્દીઓના સ્વાસ્થય અંગે ચિંતા કરવાના બદલે દર્દીઓનાં નામ બાદ મોતના આંકડાઓ જાહેર નહી કરવાનું તઘલખી ફરમાન બહાર પાડ્યું હતું. જો કે ગ્રામ્ય અને શહેરના મોતના આંકડા શા માટે બંધ કરવામાં આવ્યા તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી. 
કોરોના મુદ્દે અંધેરી નગરી અને ગંડુરાજા, મોતના આંકડામાં ગોલમાલ, સવાલ ઉઠતા માહિતી જ બંધ કરી

રાજકોટ : રાજકોટમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વિસ્ફોટક બની રહ્યું છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ ફરી એકવાર રાજકોટની મુલાકાત લીધી છે. જો કે રાજકોટમાં આવીને તેમણે તંત્ર કે દર્દીઓના સ્વાસ્થય અંગે ચિંતા કરવાના બદલે દર્દીઓનાં નામ બાદ મોતના આંકડાઓ જાહેર નહી કરવાનું તઘલખી ફરમાન બહાર પાડ્યું હતું. જો કે ગ્રામ્ય અને શહેરના મોતના આંકડા શા માટે બંધ કરવામાં આવ્યા તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે કોરોનાને કારણે 31 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેની સામે સરકારી આંકડો માત્ર 1 વ્યક્તિનો જ આવતા મીડિયામાં સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટમાં ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ગ્રામ્ય અને સરકારી બંન્ને થઇને 25 લોકોનાં મોત નિપજ્યાં છે. ગઇકાલે 31 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે સરકારી આંકડા અનુસાર માત્ર 1 જ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રોજિંદી રીતે 25-30 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજતા હોવાનો એક અંદાજ છે. જ્યારે સરકાર આંકડા છુપાવી રહ્યા છે. 

રાજકોટમાં કોરોના ચિંતાજનક સ્થિતીએ પહોંચ્યો છે. જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ પણ રાજકોટ દોડી આવ્યા હતા. ગુરૂવારે સિવિલ હોસ્પિટલનાં તબીબ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સારવાર અંગે પણ તબીબો સાથે બેઠક યોજી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news