સુરત: હોર્ડિંગ પર ચડીને હોબાળો મચાવનારા યુવાનને ફાયર વિભાગે ઉતાર્યો

રિંગરોડ વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઉંચા હોર્ડિંગ પર ચડીને યુવકે હોબાળો મચાવ્યો હતો. આસપાસથી મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે યુવક શું કહી રહ્યો હતો તે સાંભળી શકાયું નહોતું. તે હોર્ડિંગ પર ચડીને પોતાના હાથ લહેરાવતો લહેરાવતો બુમો પાડી રહ્યો હતો. હોર્ડિગ પર ચડી ગયેલા યુવકને ઝડપી લેવા માટે તત્કાલ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તત્કાલ કાર્યવાહી કરતા યુવકને ઉતારવા માટે કામગીરી આરંભવામાં આવી હતી. 
સુરત: હોર્ડિંગ પર ચડીને હોબાળો મચાવનારા યુવાનને ફાયર વિભાગે ઉતાર્યો

તેજસ મોદી/ સુરત : રિંગરોડ વિસ્તારમાં આવેલા 40 ફૂટ ઉંચા હોર્ડિંગ પર ચડીને યુવકે હોબાળો મચાવ્યો હતો. આસપાસથી મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે યુવક શું કહી રહ્યો હતો તે સાંભળી શકાયું નહોતું. તે હોર્ડિંગ પર ચડીને પોતાના હાથ લહેરાવતો લહેરાવતો બુમો પાડી રહ્યો હતો. હોર્ડિગ પર ચડી ગયેલા યુવકને ઝડપી લેવા માટે તત્કાલ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તત્કાલ કાર્યવાહી કરતા યુવકને ઉતારવા માટે કામગીરી આરંભવામાં આવી હતી. 

40 ફૂટ ઉંચા સાઇડ પર ચડીને હોબાળો મચાવનાર યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવકને સાઇબોર્ડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. દરમિયાન ઘટના સ્થળ પર હાજર લોકોએ અસ્થિર મગજનાં યુવાન સાથે ટપલી દાવ પણ કર્યો હતો. હાલ તો યુવાનને ઉતાર્યા બાદ ફાયર વિભાગ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવાનને તત્કાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 

ફાયર વિભાગ દ્વારા આધુનિક હાઇડ્રોલિકની મદદથી યુવાનને ઉતારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આધુનિક રેસક્યું નેટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. એડ્વર્ટાઇઝીંગ બોર્ડ પર ચડી ગયેલા યુવકને આખરે સુરક્ષીત રીતે ઉતારીને પોલીસને યુવાનો સોંપવામાં આવ્યો હતો. હાલ યુવાનને હોસ્પિટલ પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.ત્યાર બાદ કાયદેસર કાર્યવાહી આરંભાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news