Surendranagar: વોરન્ટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલને આરોપીએ કીધું દારૂ પીવું છે? કોનસ્ટેબલ મહેફીલે મંડાઇ ગયા

ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે જ અને સરકાર દારૂબંધી હોવાનો ડોળ પણ કરે છે. જો કે સામાન્ય નાગરિકો નહી હવે પોલીસ કર્મચારીઓ પણ ખુલ્લમ ખુલ્લા દારૂ પીતા જોવા મળતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીનો આરોપીની ઓફીસમાં દારૂ પીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે વીડિયો ઉતારવામાં આવ્યો છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં વીડિયો ઉતારનાર વ્યક્તિને કહ્યું કે, તારા ઘરે બોલાવીશ તો તારા ઘરે પણ મહેફીલ કરીશ.
Surendranagar: વોરન્ટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલને આરોપીએ કીધું દારૂ પીવું છે? કોનસ્ટેબલ મહેફીલે મંડાઇ ગયા

સુરેન્દ્રનગર : ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે જ અને સરકાર દારૂબંધી હોવાનો ડોળ પણ કરે છે. જો કે સામાન્ય નાગરિકો નહી હવે પોલીસ કર્મચારીઓ પણ ખુલ્લમ ખુલ્લા દારૂ પીતા જોવા મળતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીનો આરોપીની ઓફીસમાં દારૂ પીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે વીડિયો ઉતારવામાં આવ્યો છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં વીડિયો ઉતારનાર વ્યક્તિને કહ્યું કે, તારા ઘરે બોલાવીશ તો તારા ઘરે પણ મહેફીલ કરીશ.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે દારૂની મહેફીલ માણી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે. આ ઉપરાંત તે દારૂ પીધા બાદ બકવાસ કરી રહ્યો હોવાનું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કોન્સ્ટેબલ દારૂ પીવા માટે આરોપીની ઓફીસે ગયો હતો ત્યાં દારૂની માંગ કરી હતી. જેથી આરોપી સાથે બેસીને જ તે દારૂની મહેફીલ માણી રહ્યો હતો. જેનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારીને વાયરલ કર્યો હતો. 

પોલીસ કોન્સ્ટેબલ આરોપીની ઓફીસે વોરંટ લઇને ગયો હતો. ત્યારે ઓફીસ ખાતે જ મહેફિલ જમાવી હતી. દારૂ પીને ફુલ થઇ ગયેલા કોન્સ્ટેબલ અને વીડિયો ઉતારનાર વ્યક્તિ વચ્ચે બોલાચાલી બાદ કોન્સ્ટેબલ ખુલ્લેઆમ કહેતો જોવા મળે છે કે, તમે તમારા ઘરે આમંત્રણ આપશો તો તમારા ઘરે પણ પીવા માટે આવીશું. આ ઉપરાંત ટેબલ પર ખાલી કરેલો ગ્લાસ જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news