India vs England: ઇંગ્લેંડએ ટોસ જીતી લીધી ફિલ્ડીંગ, આ 5 ખેલાડી ભારતને જીતાડી શકે છે મેચ
. ટેસ્ટ સીરીઝ પર 3-1 થી કબજો કર્યા બાદ હવે ટીમ ઇન્ડીયાનો હેતું ટી-20 સીરીઝમાં પણ જીત પ્રાપ્ત કરવાનો છે. આવો એક નજર કરીએ ઇગ્લેંડના વિરૂદ્ધ પ્રથમ ટી-20માં કયા 5 ખેલાડી મેચ વિનર સાબિત થઇ શકે છે.
Trending Photos
અમદાવાદ: ભારત અને ઇગ્લેંડ (India vs England 1st T20) વચ્ચે પાંચ મેચોની ટી-20 સીરીઝનો આગાજ આજથી શરૂ થવા જઇ રહ્યો છે. પહેલી ટી-20 મુકાબલો આજે સાંજે 7 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝ પર 3-1 થી કબજો કર્યા બાદ હવે ટીમ ઇન્ડીયાનો હેતું ટી-20 સીરીઝમાં પણ જીત પ્રાપ્ત કરવાનો છે. આવો એક નજર કરીએ ઇગ્લેંડના વિરૂદ્ધ પ્રથમ ટી-20માં કયા 5 ખેલાડી મેચ વિનર સાબિત થઇ શકે છે.
વિરાટ કોહલી
પહેલી ટી-20 મેચમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ધમાકો કરવા માટે તૈયાર છે. ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીનું બેટ ચૂપ રહ્યું, પરંતુ ટી20 માં વિરાટ કોહલી સારું પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત હશે. વિરાટ કોહલી એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવા માટે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી (Virat Kohli) જો 72 રન બનાવી લે છે તો તે ઇતિહાસ રચી દેશે. વિરાટ કોહલી (Virat Kohli) ટી 20 ઇન્ટરનેશનલમાં 3000 રન પુરા કરનાર દુનિયાના પ્રથમ બેટ્સમેન બની જશે.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાની ટી 20 ના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સામેલ છે. જે એકલા પોતાના જ દમ પર ભારતને મેચ જીતાડી શકે છે. હાર્દિક પંડ્યા નંબર 6 અને ઓલરાઉન્ડરનો રોલ ભજવવા માટે તૈયાર છે. ઇગ્લેંડ વિરૂદ્ધ હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં સામેલ હતા. પરંતુ તે એક મેચમાં પણ રમી શક્યા નથી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલના સમયમાં ટીમના સૌથી હિટર ગણવામાં આવે છે. હાર્દિકએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ લિમિટેડ ઓવર સીરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોહિત શર્મા
ઇગ્લેંડ વિરૂદ્ધ પ્રથમ ટી 20 મેચમાં રોહિત શર્માનું બેટ આગ ઓકવા માટે તૈયાર છે. તાજેતરમાં જ પૂરી થયેલી ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માએ ભારત માટે સૌથી અધુ 345 રન બનાવ્યા હતા. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. હિટમેન રોહિત શર્મા (Rohit Sharma) ના નામે ટી20 ક્રિકેટમાં 4 સદી છે અને તે આમ કરનાર દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે.
IND vs ENG T20: PM મોદીના એરપોર્ટ પર એક કલાક રોકાણ બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે આવ્યા મોટા સમાચાર
ઋષભ પંત
ઋષભ પંત શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પંત વિકેટકીપિંગ સાથે નંબર 5ની જવાબદારી ભજવવા માટે તૈયાર છે. ઇગ્લેંડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં ઋષભ પંતની સદીના લીધે ભારત મેચ અને સીરીઝ બંને જીતી હતી. ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કરી ઋષભ પંતે ટી-20ના દરવાજા ખખડાવ્યા છે. ઋષભ પંત જો પોતાની ટેસ્ટ મેચવાળી ફોર્મને યથાવત રાખે છે તો ભારતને ટી 20માં પણ ઘણી મેચ જીતાડી શકે છે.
કેએલ રાહુલ
કેએલ રાહુલ (KL Rahul) ટી 20 ક્રિકેટમાં ભારતના સૌથી મોટા મેચ વિનર છે. આઇસીસી ટી20 રેકિંગમાં પણ રાહુલ બીજા ક્રમ પર છે. બેટ્સમેન માટે કેએલ રાહુલને રોહિત સહ્ર્મા સાથે ઓપનિંગમાં ઉતારવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે