દારૂ ભરેલી ગાડી પર કોન્સ્ટેબલ કુદ્યો, બુટલેગરે કલાકો સુધી ગાડી ભગાવી અને પછી...
શહેરમાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે ત્રણ વાગે પેટ્રોલિંગ દરમિયાન સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. સ્નેહભાઈ બોલેરોના પાછળના ભાગે એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના પગલે કાર ચાલક ભાગી ગયો હતો. પરંતું ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.
Trending Photos
રાજકોટ : શહેરમાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે ત્રણ વાગે પેટ્રોલિંગ દરમિયાન સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. સ્નેહભાઈ બોલેરોના પાછળના ભાગે એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના પગલે કાર ચાલક ભાગી ગયો હતો. પરંતું ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકા 11 ઓક્ટોબરે રાત્રે ત્રણ વાગ્યે આજીડેમ ચોકડી માનસરોવર સોસાયટી નજીક જયશ્રી દ્વારકાધીશ લખેલી બોલેરો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. એટલું જ નહીં ત્યાં પહોંચતા બાતમી મુજબની બોલેરો ઉભી હતી. પરંતુ અમને જોઈને એક શખ્સે ડ્રાઇવર સીટ પર બેસી બોલેરો દોડાવી દીધી હતી. પોલીસે કાર ચાલકને નીચે ઉતરવાનું કહેતા કાર ચાલકે પોલીસને કચડી નાખવાના ઈરાદે ગાડી રિવર્સમાં દોડાવતાં જ ASIની સ્કોડા અને બોલેરોની વચ્ચે ફસાઈ ગયો હતો. જો કે કોન્સ્ટેબલ સ્નેહ સમયસર કુદીને બોલેરો પીકઅપનાં પાછળના ભાગેમાં ચડી ગયો હતો. અને ચાલકને પોલીસ હોવાની ઓળખ પણ આપી હતી. પરંતુ તેમ છતાં તેણે બોલેરો ભગાવી મૂકી હતી. એટલું જ નહીં કોન્સ્ટેબલ થી છુટકારો મેળવવા સર્પાકારે ફુલ સ્પીડથી ગાડી હંકારતા જ પાછળના ભાગેમાં આમતેમ ફંગોળાતો રહ્યો હતો. જેથી લોખંડના એંગલમાં ભટકાતાં બંને આંખ વચ્ચે નાક પર ઇજા થતાં લોહી નીકળવા માંડ્યું હતું.
કોન્સ્ટેબલ સ્નેહે બહાદુરી પૂર્વક કારના પાછળના ભાગેમાં એક પાનુ પડ્યું હોય તે ઉઠાવી મેં ડ્રાઇવર સાઇડ તથા ખાલી સાઇડના બંને દરવાજાનાં કાચ ફોડીને પણ ગાડી ઉભી રાખવા કહ્યું હતું. પરંતુ તે માન્યો નહીં અને અંતે બગદળીયા ગામથી કરમાળ પીપળીયા જતાં રસ્તે વળાંક આવતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોડ સાઇડમાં ઉતરી ઝાડમાં ભટકાઇ ગઇ હતી. આ વખતે ચાલકને ઇજા થઇ હતી. આમ છતાં તે ત્યાંથી ગાડી મૂકી ભાગી ગયો હતો. પોલીસે બોલરોમાંથી વિદેશી દારૂની 84 બોટલો મળી હતી. જેમાંથી 3 ફુટેલી હતી અને બીયરના 144 ટીન હતાં. જેમાંથી 5 ફુટી ગયેલા હતાં. આમ કુલ રૂ. 42250નો દારૂ -બીયર તથા ગાડી કબ્જે કરાયા હતા.
પીકઅપ ગાડીની કેબીનમાંથી રમેશ રાણાભાઇ ગરૈયાનાં નામનું ડ્રાઇવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ મળ્યા હતા જેના આધારે વધુ તપાસ શરૂ હાથ ધરવામાં આવી છે. બોલેરો કારનાં ચાલકને ફ્રેકચર થતા સારવાર માટે ખસેડાયો હતો. જોકે બહાદુર કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાનું ગેરેન્ટરી એવોર્ડ માટે નામ પણ નોમિનેટ કરવાની પોલીસ કમિશ્નરે ખાતરી આપી છે અને 3 હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે