GST વળતર પર ન બની સર્વસંમતિ, નિર્મલાએ કહ્યું- કેન્દ્ર સરકાર ન ઉઠાવી શકે રાજ્યો માટે લોન

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્રએ રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યા છે, દેશના 20 રાજ્યો ઓપ્શન-1થી સહમત છે. જ્યારે બાકી રાજ્યો કેન્દ્રના પ્રસ્તાવથી સહમત નથી. બધા રાજ્યોની સાથે વિસ્તારથી ચર્ચા થઈ. 
 

GST વળતર પર ન બની સર્વસંમતિ, નિર્મલાએ કહ્યું- કેન્દ્ર સરકાર ન ઉઠાવી શકે રાજ્યો માટે લોન

નવી દિલ્હીઃ વસ્તુ તથા સેવા કર (GST)ના વળતરના વિવાદનો હલ કરવાસોમવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યુ કે, જે મુદ્દાને લઈને આ બેઠક થઈ તેના પર સર્વસંમતિ બની શકી નથી. 

હકીકતમાં, નિર્મલા સીતારમનની આગેવાનીમાં રાજ્યોના નાણામંત્રીઓની પરિષદે સતત ત્રીજીવાર જીએસટી મહેસૂલમાં કમીની ક્ષતિપૂર્તિને લઈને ચર્ચા કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્રએ રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યા છે. દેશના 21 રાજ્યો ઓપ્શન-1થી સહમત છે. જ્યારે બાકી રાજ્ય કેન્દ્રના પ્રસ્તાવથી સહમત નથી. તેમણે કહ્યું કે, 50 વર્ષ માટે લોનની સુવિધાની બધા રાજ્યોએ પ્રશંસા કરી છે. 

— ANI (@ANI) October 12, 2020

કેન્દ્રનો પ્રસ્તાવ ખોટો નથીઃ નાણામંત્રી
નિર્મલા સીતારમને કહ્યું કે, કેન્દ્રનો પ્રસ્તાવ કાયદા હેઠળ છે. પરંતુ જો કેટલાક રાજ્યોને મંજૂર નથી તો તે આગળ જોઈ શકે છે કે હવે શું સમાધાન નિકળે છે. કેન્દ્રના પ્રસ્તાવનો વિરોધ કરનારા રાજ્યોમાં દિલ્હી, કેરલ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, છત્તીસગઢ અને તમિલનાડુ સામેલ છે. 

બેઠકમાં નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યોના જીએસટી મહેસૂલમાં કમીની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર બજારમાંથી લોન લઈ શકે નહીં. કારણ કે તેનાથી બજારમાં લોનનો ખર્ચ વધી શકે છે. જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યોના જીએસટી મહેસૂલમાં આવનારી કમીની ભરપાઈની રીત પર સર્વસંમતિ બની શકી નથી. 

— ANI (@ANI) October 12, 2020

કોરોના સંકટને કારણે આવી સ્થિતિ
આ પહેલા 5 ઓક્ટોબરના જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નિર્મલા સીતારમને કહ્યું હતું કે, અમે રાજ્યોને વળતરની રકમથી ઇનકાર કરી શક્યા નથી. તેમણે કહ્યું કે, કોરોના સંકટને કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિની પહેલા ક્યારેય કોઈએ કલ્પના કરી નથી. હાલની સ્થિતિ તે પ્રકારની નથી કે કેન્દ્ર સરકાર ફંડ પર કબજો કરીને બેઠી છે, અને આપવાની ના પાડી રહી છે. ફંડ ઉધાર લેવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news