કેમ મા અંબાના ધામ પહોંચ્યું ગુજરાતનું આખું મંત્રીમંડળ? જોવા મળ્યો હાર્દિક સહિત અનેક મંત્રીઓનો અલગ અંદાજ!
પવિત્ર ગબ્બર તળેટીની ફરતે બનાવવામાં આવેલા 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. આ પરિક્રમા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારનું સમગ્ર મંત્રીમંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/અંબાજી: દેશ અને દુનિયામાં જેની આગવી ગણના થાય છે તે મા અંબાના ધામમાં હાલ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પવિત્ર ગબ્બર તળેટીની ફરતે બનાવવામાં આવેલા 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. આ પરિક્રમા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારનું સમગ્ર મંત્રીમંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. માના ધામમાં મંત્રીઓ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા.
- માના ધામમાં મંત્રીઓ બોલ્યા, જય જય અંબે
- મુખ્યમંત્રીએ કરી માની આરતી
- મંત્રીઓ માના ગુણગાન ગાવામાં થયા મસ્ત
- આખી સરકાર પહોંચી પરિક્રમા મહોત્સવમાં
હવે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ચેતી જજો! કોઈ પણ સોસાયટીની બહાર કચરો દેખાશે તો મર્યા!
જગપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં હાલ 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. 12 ફેબ્રુઆરીથી ચાલનારો આ મહોત્સવ 16 તારીખ સુધી ચાલવાનો છે. જેમાં અત્યાર સુધી લાખો માઈભક્તોએ મા અંબાના દરબારમાં શીશ ઝૂકાવ્યું છે. માનો જય જયકાર કરીને માઈભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતની આખી સરકાર માના ધામમાં પહોંચી. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો અને ભાજપના ધારાસભ્યો બસમાં સવાર થઈને અંબાજી પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી વિશેષ હેલિકોપ્ટરથી અંબાજી પહોંચી સૌથી પહેલા અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે મા અંબાની આરતી ઉતારી હતી.
ગાંધીનગરથી ખાસ બસમાં તમામ મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. બસની અંદર મંત્રીઓ અને ધારાસભ્યોએ મા અંબાનો જય જયકાર કર્યો હતો. બોલ મારી અંબે જય જય અંબેનો જયઘોષ કર્યો હતો. જેના કારણે બસની અંદર જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બસમાં સવાર મંત્રી અંબાજીમાં ઉતર્યા બાદ સીધા ગબ્બર પહોંચ્યા હતા. અને ત્યાં પગપાળા 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.
- માના ધામમાં પહોંચી સરકાર
- મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની માઈભક્તિ
- આખી સરકાર પહોંચી અંબાજી
- વિધાનસભા અધ્યક્ષ પણે કરી પરિક્રમા
- મંત્રીઓએ કરી 51 શક્તિપીઠની પરિક્રમા
- મંત્રીઓ માઈભક્તિમાં જોવા મળ્યા મસ્ત
ગુજરાતીઓ માટે રોજગારીની ઉત્તમ તક બનશે આ પાર્ક, 22મીએ PM મોદી કરશે ખાતમુહૂર્ત
પરિક્રમા પથ પર આવતા વિવિધ મંદિરોમાં દર્શન કરવાની સાથે માની ભક્તિમાં પણ મસ્ત થઈ ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તો એક ભજન મંડળીમાં બેસી મંજિરા અને હારમોનિયમ તથા ઢોલક પર હાથ અજમાવ્યો હતો. તો ઝી 24 કલાક સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પરિક્રમા મહોત્સવના મહત્વ અને સરકારની શ્રધ્ધા વિશે વાતો કરી હતી.
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા પરિક્રમા મહોત્સવનું દર વર્ષે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી માઈભક્તો ઉમટે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં માઈભક્તોએ દર્શન કર્યા હતા. રાજ્યના એસ.ટી વિભાગ દ્વારા ભક્તોને વિનામૂલ્યે અંબાજી લઈ જવા માટે આયોજન કરાયું હતું. તો સેવા કેમ્પો પણ માઈભક્તોની સેવામાં ધમધમી રહ્યા છે. મોટી સંખ્યામાં હજુ પણ ભક્તો અંબાજી પહોંચી આસ્થાના ઉત્સવમાં સહભાગી થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે