Porbandar માં ગાય આખલા નહી આ પ્રાણીની છે સૌથી મોટી સમસ્યા, લોકો થરથર ધ્રુજે છે
શહેરમાં હાલ રખડતા ભટકતા આખલા અને શ્વાનોથી ઉભરાતું શહેર બની ગયુ હોય તે રીતે જાહેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં શ્વાનો પોતાનો અડિંગો જમાવી બેઠેલા જોવા મળે છે. અનેક વખત આ શ્વાન લોકોને કરડતા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના જાહેર રસ્તાઓ અને શેરીઓમાં મોટી સંખ્યામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારી અને આળસુવૃતીને કારણે છેલ્લા ઘણા સમયથી શહેરમાં શ્વાનોને પકડવાની કામગીરી પણ બંધ છે. જેથી હાલ આપને પોરબંદરના દરેક જાહેર રસ્તાઓ પર અને શહેરની ગલીઓમાં ટોળું વળીને બેઠેલા શ્વાનો જોવા મળી રહ્યા છે.
Trending Photos
પોરબંદર : શહેરમાં હાલ રખડતા ભટકતા આખલા અને શ્વાનોથી ઉભરાતું શહેર બની ગયુ હોય તે રીતે જાહેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં શ્વાનો પોતાનો અડિંગો જમાવી બેઠેલા જોવા મળે છે. અનેક વખત આ શ્વાન લોકોને કરડતા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના જાહેર રસ્તાઓ અને શેરીઓમાં મોટી સંખ્યામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારી અને આળસુવૃતીને કારણે છેલ્લા ઘણા સમયથી શહેરમાં શ્વાનોને પકડવાની કામગીરી પણ બંધ છે. જેથી હાલ આપને પોરબંદરના દરેક જાહેર રસ્તાઓ પર અને શહેરની ગલીઓમાં ટોળું વળીને બેઠેલા શ્વાનો જોવા મળી રહ્યા છે.
આ શ્વાનોના કારણે રસ્તા પર જતા વાહનચાલકો અને ચાલીને જતા રાહદારીઓ ડર અનુભવે છે, કારણ કે અવાર નવાર વાહનચાલકો અને રાહદારીઓને કરડવા દોડતા શ્વાનોને કારણે ભૂતકાળમાં પણ અનેક જીવલેણ અકસ્મતો સર્જાય છે. પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા 1 વર્ષમા ડોગ બાઈટના નોંધાયેલા કેસનો વાત કરવામા આવે તો અંદાજીત સાડા ત્રણ હજાર જેટલા કેસો નોંધાયા છે. ત્યારે પોરબંદર શહેરને આ રખડતા ભટકતા શ્વાનોના આતંકમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં રખડતી ગાય અને આખલા ઉપરાંત કુતરાઓનો ત્રાસ પણ ખુબ જ જોવા મળી રહ્યો છે. વારંવાર ફરિયાદો છતા પણ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના પગલાઓ ઉઠાવવામાં આવતા નથી. જેના કારણે અનેક જગ્યાએ સમસ્યાની રાવ વારંવાર ઉઠતી રહેતી હોય છે. જો કે ગુજરાતના સ્થાનિક તંત્રને આવા અહેવાલોની કોઇ અસર જ નથી થઇ રહી તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે