ટેટનું પેપર લીકનું દિલ્હી કનેક્શન આવ્યું સામે, આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ગુજરાત લવાયા
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૯ જુલાઈ ૨૦૧૮ના દિવસે ટેટની હિન્દી વિષય સેટ ૫ની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા લેવાયા બાદ પરીક્ષાનું પેપર વોટ્સએપ મેસેજથી સોસીયલ મીડિયામાં લીક થતાં પેપર લીક થવાનો રેલો અરવલ્લી જીલ્લા સુધી આવ્યો હતો.
Trending Photos
અરવલ્લી: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલું ટેટ હિન્દી વિષયનું સેટ ૫નું પેપર લીક થવા મામલે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા મોરબીના એક સખ્સ સામે એફઆરઆઈ દાખલ કરાયા બાદ તાપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ગુનાનું કનેક્શન દિલ્હી સુધી હોવાનું બહાર આવ્યું છે. ટેટનું પેપર લીક કરનાર ત્રણ સખ્સોને ટ્રાન્સફર વોરંટથી ગુજરાત લવાયા બાદ અરવલ્લી જીલ્લા પોલીસે આરોપીઓને લાવી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૯ જુલાઈ ૨૦૧૮ના દિવસે ટેટની હિન્દી વિષય સેટ ૫ની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા લેવાયા બાદ પરીક્ષાનું પેપર વોટ્સએપ મેસેજથી સોસીયલ મીડિયામાં લીક થતાં પેપર લીક થવાનો રેલો અરવલ્લી જીલ્લા સુધી આવ્યો હતો. જે આધારે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોરબીના એક સખ્સ સામે ગુનો નોધી તપાસ અરવલ્લી જીલ્લા શિક્ષણ અધિકારી અને એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ત્યારે જીલ્લા એલસીબી પોલીસ દ્વારા આ ગુન્હાની તપાસ માટે ટીમો પાડી રાજ્યમાં તેમજ આંતર રાજ્યમાં પેપેર લીક કરનાર આરોપીઓ ની તપાસ હાથ ધરી હતી ત્યારે આ પેપર લીક કરવાના ગુનામાં પેપર લીક કરવાનું કનેક્શન દિલ્હી સુધી હોવાનું બહાર આવ્યું છે. અને ગુજરાત પોલીસ દ્વારા પેપર લીક કરવાના મામલે (૧) સંજીત ઉર્ફે બહારા ખજાનસિંહ દૈયા રહેવાસી ખેડીમાના થાના કુંડલી, જીલ્લો સોનીપત હરિયાણા (૨) નવીન મહાવીર મલિક રહેવાસી વિજયવિહાર રોહિણી દિલ્હી, (૩) વિક્રાંત વિજેન્દ્રસિંહ કુંડુ રહેવાસી હેવા થાના છાપરોલી જીલ્લો બાગપત ઉત્તર પ્રદેશની અટકાયત કરી ટ્રાન્સફર વોરંટથી અરવલ્લી ખાતે લવાયા છે અને આ શખ્સોએ કોને પેપર આપ્યું હતું જેવા જુદા જુદા પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓ ક્લાસિસ ચલાવતા હતા અને કલાસીસના ધંધા સાથે સંકળાઈ શિક્ષણ વિભાગ સાથે ઘરોબો કેળવી આવી રીતે પેપર લીક કરવાની ખાસ મોડસ ઓપરેન્ડી વાપરી પેપર લીક કરતા હતા. અગાઉ આ શખ્સો ચાલુ વર્ષે લેવાયેલી રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષાના પેપર લીક કરવાના ગુનામાં સામેલ હતા. જે માટે તેઓની સામે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં સાઈબર ક્રાઇમનો ગુનો નોધાઇ ચુક્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા આ ત્રણેય શખ્સોને છાપરોલી જીલ્લા બાગપત ઉત્તર પ્રદેશથી ટ્રાન્સફર વોરંટથી લાવી આ ગુનામાં કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે