સુરતમાં 12મા માળેથી પટકાયેલી કિશોરીનો ચમત્કારિક બચાવ, 18 ફેક્ચર
સુરતના સરોલી વિસ્તારમાં 13 વર્ષીય કિશોરી કપડા સુકવતી વખતે પગ લપસી જતાં 12મા માળેથી નીચે પટકાઈ હતી. જોકે, આ ઘટનામાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ તેના શરીરમાં 18 જેટલા ફેક્ચર થઈ ગયા હતા
Trending Photos
ચેતન પટેલ/ સુરતઃ સુરતના પુણા કુંભારિયા સરોલી વિસ્તારમાં આવેલા નેચરવેલી બિલ્ડીંગના 12મા માળની ગેલેરીમાં હેતલ નામની કિશોરી કપડા સુકવી રહી હતી. આ દરમિયાન ટેબલ પરથી હેતલનો પગ લપસી જતાં તે બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. કિશોરી સીધી પાર્કિગ બેઝમેન્ટના છાપરા પર ધડાકાભેર પછડાઈ હતી અને અહીંથી લપસીને સીધી નીચે પાર્કિંગમાં પડી હતી.
કિશોરીના 12 માળેથી નીચે પડવાનો ધડાકાભેર અવાજ આવતાં બિલ્ડિંગના રહેવાસીઓ દોડી આવ્યા હતા. હેતલને જોતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી પડી હતી. રહીશોએ 108ને બોલાવીને ઈજાગ્રસ્તા હેતલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં, તેની તપાસ બાદ હાથ-પગ, માથું અને કરોડડરજ્જુના ભાગે 18 જેટલા ફ્રેકચર જોવા મળ્યા છે.
જૂઓ 12 માળેથી પટકાયેલી કિશોરીના CCTV ફૂટેજ....
કિશોરી હેતલની હાલત હાલ ગંભીર છે. હેતલના પિતા રિક્ષાચાલક હોવાથી તેમની આર્થિક સ્થિતિ અંત્યત નાજૂક છે. સ્થાનિક લોકોએ ફાળા દ્વારા રૂ.1 લાખ જેટલી રકમ એક્ઠી કરીને હેતલની સારવાર માટે તેના પિતાને આપી છે. હેતલના પિતાએ આ માટે લોકોનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.
જુઓ, LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે