'પાણી નહીં ચરણામૃત છે' પીવાના 'શુદ્ધ' મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! આ VIDEO જોઈ ફાટી જશે તમારી આંખો

Video Viral: તમે પણ ઘણી વખત જોયું હશે કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ સારા ખરાબ પ્રસંગમાં મીનરલ વોટર મંગાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે મંગાવેલું મીનરલ વોટર કેટલું સ્વચ્છ છે? તે ક્યાંથી આવે છે અને મીનરલ વોટર કેવી રીતે ભરવામાં આવે છે.

'પાણી નહીં ચરણામૃત છે' પીવાના 'શુદ્ધ' મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! આ VIDEO જોઈ ફાટી જશે તમારી આંખો

Social Media Video Viral: આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાક અને પાણી ઘણું જરૂરી છે. આ બંને વસ્તુઓ માનવ જીવનને ટકાવી રાખવા માટે પણ જરૂરી છે. જો કે ખોરાક અને પાણી કુદરત પાસેથી મળેલ માનવીને અમૂલ્ય ભેટ છે. જેની સૌએ કદર કરવી જોઈએ. આમ તો પાણી જે પણ સ્વરૂપમાં મળે તે ઉપયોગી છે. પરંતુ ઘણા લોકો હંમેશાં મીનરલ વોટર પીવાનું વધુ પસંદ કરતા હોય છે. 

તમે પણ ઘણી વખત જોયું હશે કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ સારા ખરાબ પ્રસંગમાં મીનરલ વોટર મંગાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે મંગાવેલું મીનરલ વોટર કેટલું સ્વચ્છ છે? તે ક્યાંથી આવે છે અને મીનરલ વોટર કેવી રીતે ભરવામાં આવે છે. આ તમામ સવાલના જવાબ આજે અમે તમને બતાવેલ વીડિયોમાં જોઈને સમજી જશો. તાજેતરમાં એવા ઘણા લોકો છે કે પૈસા કમાવવાની લાલચમાં સ્વસ્થ સાથે ચેડા કરતા પણ ખચકાતા નથી. અને ઘણી વખત લોકો જેને મીનરલ વોટર સમજતા હોઈ છે તે શુદ્ધ પાણી નહીં પરંતુ કંઈક અલગ જ હોઈ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 26, 2023

શું છે વાયરલ વીડિયોમાં...??
છેલ્લા ઘણા સમયથી મીનરલ વોટરને લાગતી અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે યુવકો મિનરલ વોટરના જગ પાણીની ટોટીથી ભરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પાઇપ પોતાના પગ પણ પખારે છે અને પાણીના જગ પણ ભરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં પોતાની સારી નરસી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો જોયા પછી લોકોમા સવાલ ઉઠી રહ્યો છે કે શું મિનરલ વોટરના નામે લોકોને આવું ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news