તલાટીની પરીક્ષા : હાથમાં મહેંદી, લગ્નની પીઠી ચોળી યુવતીઓ પરીક્ષા આપવા પહોંચી
Talati Exam 2023 : તલાટીની પરીક્ષા માટે ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ થયો.. તમામ કેન્દ્રો પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકાયો..
Trending Photos
Talati Exam 2023 : અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. તલાટીની પ્રિલિમરી પરીક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. તમામ સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભારે સુરક્ષા સાથે ઉમેદવારોને કેન્દ્રોમાં અંદર લઈ જવાની શરૂઆત કારઈ છે. 12.30 ના ટકોરે તલાટીની પરીક્ષા શરૂ થશે. જે 1.30 કલાક સુધી ચાલશે. હાલ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો છે. કુલ 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારના કોલ લેટરની તપાસ કરીને કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. પરીક્ષા કેન્દ્રને CCTVથી સજ્જ કરાયા છે.
તલાટીની પરીક્ષા મામલે મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, પરીક્ષા પાટે 2600 થી વધુ કેન્દ્ર ઉપર ખુબ સારી તૈયારી કરી છે. હસમુખ પટેલની આગેવાનીમાં ખુબ સારા માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે. તો બીજી તરફ ઉમેદવારોમાં તલાટીની પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પીઠી ચોળીને પણ એક યુવતી તલાટીની પરીક્ષા આપવા માટે વડોદરાથી દાહોદ આવી પહોંચી હતી. તો સુરતની યુવતી હાથમાં મહેંદી, પીઠી સાથે પરીક્ષા આપવા પહોંચી હતી.
મન હોય તો માળવે જવાય એ ઉકિતને સાચે જ પુરવાર કરી છે વડોદરાની ફાલ્ગુની પરમાર નામની યુવતી. આવતી કાલે એટલે કે સોમવારના રોજ ફાલ્ગુની પરમારના લગ્ન લેવાયા છે. તેમ છતાંય મક્કમ મનથી તેઓ આજે તલાટીની પરીક્ષા આપવા માટે વડોદરાથી દાહોદ સ્વજનો સાથે આવી પહોંચી હતી. ઘરમાં ગણેશ સ્થાપના થઈ ગઈ, પીઠી પણ ચોળાઈ ગઈ, જે ઘરમાં લગ્નની મોજ ચાલે છે ત્યારે મન મક્કમ કરીને આ યુવતી 150 કિલોમીટર દૂર તલાટીની પરીક્ષા આપવા માટે પહોચી છે. આજના યુવકો માટે આ યુવતી એક દાખલો છે કે જો મન મક્કમ હોય તો કોઈપણ અડચણ આગળ વધવાથી રોકી શકતી નથી.
તો સુરત લગ્ન પહેલાં તલાટીની પરીક્ષા આપવા હાંસોટથી એક યુવતી આવી પહોંચી હતી. જાગૃતિ પરમાર નામની યુવતી હાથમાં મહેંદી, પીઠી સાથે તલાટીની પરીક્ષા આપવા પહોંચી હતી. આવતીકાલે જાગૃતિના લગ્ન છે. પરંતું પરીક્ષાને મહત્વ આપી લગ્ન પહેલાં પરીક્ષા આપવા પહોંચી હતી.
અમદાવાદ પોલીસની ઉમેદવારોને મદદ
ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર નિયત સમયે પહોચી શકે તે માટે અમદાવાદ ઝોન વન દ્વારા 16 જેટલી પોલીસ વેન તૈનાત રાખી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી, દર્પણ છ રસ્તા, સતાધાર ચારરસ્તા, હેબતપુર ચારરસ્તા, ગોતા ચારરસ્તા, ભૂપંગદેવ જેવા અલગ અલગ વિસ્તારમાં પોલીસએ વ્યવસ્થાઓ ગોઠવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે