ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટા ફેરફાર, જવાન, મૈદાન અને ફુકરે 3 સહિત આ ફિલ્મોની Release Dates બદલી

Bollywood Movies Release Dates: શાહરુખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ ડેટ જાહેર થયા પછી ફિલ્મોની રિલીઝનું કેલેન્ડર ઉથલપાથલ થઈ ગયું. શાહરુખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ ડેટ સામે આવ્યા પછી ફુકરે 3 ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે.

ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટા ફેરફાર, જવાન, મૈદાન અને ફુકરે 3 સહિત આ ફિલ્મોની Release Dates બદલી

Bollywood Movies Release Dates: વર્ષ 2023 માં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાંથી કેટલીક બીગ બજેટ ફિલ્મોની દર્શકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ દર્શકોની આતુરતા વચ્ચે કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફાર થયા છે. આ ફેરફાર શાહરૂખ ખાનના કારણે થયા છે. શાહરુખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ ડેટ જાહેર થયા પછી ફિલ્મોની રિલીઝનું કેલેન્ડર ઉથલપાથલ થઈ ગયું. શાહરુખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ ડેટ સામે આવ્યા પછી ફુકરે 3 ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. તો તમે પણ ફટાફટ જાણી લો કે કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે.

જવાન

શાહરુખ ખાનની ફિલ્મ પહેલા 2 જુનના રોજ રિલીઝ થવાની હતી. ત્યાર પછી ચર્ચાઓ હતી કે આ ફિલ્મની રિલીઝ ઓગસ્ટ સુધી લંબાવી શકાય છે. પરંતુ છ મહિના રોજ શાહરુખ ખાને ફિલ્મનું નવું પોસ્ટર શેર કરી ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી હતી. શાહરુખ ખાનની આ ફિલ્મ સાત સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો:

મૈદાન

અજય દેવગનની મેદાન ફિલ્મની રિલીઝ ડેટ પણ જૂન મહિનાની હતી પરંતુ હવે આ ફિલ્મ પણ સાત સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. એટલે કે આ વર્ષે સાત સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ ઉપર શાહરુખ ખાન અને અજય દેવગનની ટક્કર જોવા મળશે. 

ફૂકરે 3

ફુકરે 3 ફિલ્મ 7 સપ્ટેમ્બરના રિલીઝ થવાની હતી પરંતુ જવાન અને મેદાનની રિલીઝ ડેટ જાહેર થયા પછી ફુકરે થ્રી ની રિલીઝ ડેટ ને બદલી દેવામાં આવી છે. હવે આ ફિલ્મો 24 નવેમ્બર 2023 ના રોજ રિલીઝ થશે. 

હનુમાન

સાઉથ ફિલ્મ હનુમાન 22 મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ પણ આગળ વધારી દેવામાં આવી છે. જોકે ફિલ્મ મેકર્સ દ્વારા એ વાતની જાહેરાત કરવામાં નથી આવી કે હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે. 

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ

વિકી કૌશલ અને સારા અલી ખાનની અનટાઇટલ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ નથી પરંતુ આ ફિલ્મ જવાનની જગ્યાએ 2 જૂને રિલીઝ થશે. આ ફિલ્મનું ટાઇટલ વિકી કૌશલના જન્મદિવસે એટલે કે 16 મેના રોજ જાહેર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news