આવતીકાલે તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના અપડેટ : આ વસ્તુઓ ભૂલથી પણ લઈ ન જતા

Talati Exam Date :  આવતીકાલે રાજ્યભરમાંથી 6,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે.... પરીક્ષામાં ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ

આવતીકાલે તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના અપડેટ : આ વસ્તુઓ ભૂલથી પણ લઈ ન જતા

Talati Exam 2023 : આવતીકાલે ગુજરાતભરમાં તલાટી કમ મંત્રી'ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી 6,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે અગાઉ નોંધાયેલા 17.10 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા આપવા માટે 6,64,400 ઉમેદવારોએ સંમતિ આપી છે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવેલા 2694 પરીક્ષા કેન્દ્રના 28,814 વર્ગખંડમાં ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારો સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે વધારાની બસો અને 7 ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે. ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ લેવામાં આવી હતી. 

રાજ્યભરમાં આવતીકાલે યોજાનાર તલાટીની પરીક્ષાની તૈયારીઓ કુલ જોશમાં છે. રાજ્યના તમામ જિલ્લા પરીક્ષા કેન્દ્રો માટે તલાટીના પેપર જિલ્લા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તલાટીના પેપર જિલ્લાના કંટ્રોલરૂમમાં પહોંચાડી લેવાયા છે. ગાંધીનગર જિલ્લાના 109 કેન્દ્ર માટે કંટ્રોલરૂમ જિલ્લા પંચાયત કચેરીમાં ઉભો કરાયો છે. ગાંધીનગર જિલ્લામાં 36,000 થી વધુ ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપશે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તલાટીના પેપર કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. 

તલાટીની પરીક્ષાના મહત્વના નિયમો

  1. તલાટી પરીક્ષાને લઈ રવિવારે બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ સુધી પરીક્ષાની આસપાસ ઝેરોક્ષની દુકાન બંધ રાખવા આદેશ કરાયો છે. 
  2. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામા બહારના લોકોના પ્રવેશ અને ચાર થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
  3. પરિક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ 
  4. વીજ પૂરવઠો ન ખોરવાય માટે આસપાસના વિસ્તારમાં ખોદકામ પર પ્રતિબંધ  
  5. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે લેવામા આવશે પગલા 
  6. પરીક્ષામાં ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ઉનાળામાં નદીઓ વહી, આગામી ત્રણ કલાક માટે આવી નવી આગાહી

ઉલ્લેખનનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મે, 2023 ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 7મી મે, 2023 (રવિવાર)ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. 7 મે 2023ના રોજ પશ્ચિમ રેલવે દ્વારા ઉમેદવારોના હિતને ધ્યાને રાખી સાત વિશેષ ટ્રેન દોડાવાશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news