રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, સારવાર દરમિયાન 36 દર્દીઓના મોત

શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વધતા જતા સ્વાઇન ફ્લુના કેસ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે રાજકોટના વોર્ડ નંબર 12 અને 13ના કોંગી કોર્પોરેટર દ્વારા નિશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉકાળો પીવાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કોંગી કોર્પોરેટર દ્વારા ઉકાળાનું વિતરણ કરી તેમના વોર્ડના લોકોને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, સારવાર દરમિયાન 36 દર્દીઓના મોત

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વધતા જતા સ્વાઇન ફ્લુના કેસ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે રાજકોટના વોર્ડ નંબર 12 અને 13ના કોંગી કોર્પોરેટર દ્વારા નિશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉકાળો પીવાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કોંગી કોર્પોરેટર દ્વારા ઉકાળાનું વિતરણ કરી તેમના વોર્ડના લોકોને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

સાથે જ બંન્ને વોર્ડ માં આવતી સરકારી શાળામાં પણ વિદ્યાર્થીઓને ચેપ ન લાગે તે માટે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવતા દિવસો જરૂર જણાય તો સમગ્ર શહેરમાં નિશુલ્ક ઉકાળા વિતરણની વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, રાજકોટ શહેરની સીવિલ અને ખાનગી હોસ્પીટલમાં છેલ્લા 41 દિવસમાં 176 દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ નોંધાયા છે.

ગુજરાતમાં વાઘના વધામણાં બાદ વન વિભાગની જંગલમાં ન જવાની તાકીદ

સારવાર લઇ રહેલા દર્દીઓમાંમાંથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 36 જેટલા દર્દીઓના મૃત્યું નીપજ્ય છે. જયારે હજુ 45થી કરતા પણ વધુ દર્દી સિવિલ અને ખાનગી હોસ્પીટલમાં સ્વાઇન ફ્લુ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ માટે સારી સુવિધા ઉભી કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news