DCW ચીફ સ્વાતિ માલીવાલને AIIMSની સામે કારથી ઢસેડવામાં આવ્યા, કાચમાં ફસાયો હતો હાથ

Swati Maliwal Dragged By Car: આરોપ છે કે નશામાં ધુત એક કાર ચાલકે દિલ્હીમાં એમ્સના ગેટ નંબર બેની સામે સ્વાતિ માલિવાલને 10થી 15 મીટર સુધી ઢસેડ્યા હતા. 

DCW ચીફ સ્વાતિ માલીવાલને AIIMSની સામે કારથી ઢસેડવામાં આવ્યા, કાચમાં ફસાયો હતો હાથ

નવી દિલ્હીઃ DCW Chief Swati Maliwal Dragged By Car: દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કાર દ્વાદા ઢસેડવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે નશામાં ધુત એક કાર ચાલકે દિલ્હીમાં એમ્સના ગેટ નંબર બેની સામે સ્વાતિ માલીવાલને 10થી 15 મીટર સુધી ઢસેડ્યા હતા. દિલ્હી પોલીસે કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. 

— ANI (@ANI) January 19, 2023

દિલ્હી પોલીસ પ્રમાણે ઘટના મોડી રાત્રે 3.11 કલાકની છે. એમ્સના ગેટ નંબર બેની સામે કાર ચાલકે સ્વાતિ માલીવાલને તેની ગાડીમાં બેસવાનું કહ્યું. માલીવાલ જ્યારે તેને ફટકાર લગાવી રહી હતી ત્યારે કાર ચાલક હરિશચંદ્રએ ગાડીના કાચ ઉપર ચઢાવી લીધા. તેનાથી સ્વાતિ માલીવાલનો હાથ ગાડીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ કાર ચાલકે તેમને 10થી 14 મીટર સુધી ઢસેડ્યા હતા. 

— Swati Maliwal (@SwatiJaiHind) January 19, 2023

પોલીસ પ્રમાણે 47 વર્ષીય હરિશચંદ્ર નશાની હાલતમાં હતો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપી અને પીડિતાની મેડિકલ તપાસ કરી લેવામાં આવી છે. ઘટના ત્યારે થઈ જ્યારે સ્વાતિ માલીવાલ તે જગ્યાએ ફુટપાથ પર પોતાની ટીમ સાથે ઉભા હતા. 

આ મામલા પર સ્વાતિ માલીવાલે ટ્વીટ પણ કર્યું છે. ગુરૂવાર (19 જાન્યુઆરી) એ બપોરે 2.41 કલાકે સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું, કાલે મોડી રાત્રે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી. ત્યારે એક ગાડીવાળાએ નશાની હાલમાં મારી સાથે છેડછાડ કરી અને જ્યારે મેં તેને પકડ્યો તો તેણે પોતાની ગાડીના કાચમાં મારો હાથ બંધ કરી મને ઢસેડી. ભગવાને મારો જીવ બચાવ્યો. આ દિલ્હીમાં મહિલા પંચના અધ્યક્ષ સુરક્ષિત નથી તો સ્થિતિ વિચારી લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news