સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર બે બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત, 4ના મોત

વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર બે બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત, 4ના મોત

મયુર સંધી/ સુરેન્દ્રનગર: આજે સવારે સુરેન્દ્રનગર લખતર હાઇ- વે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ 4 લોકોના મોત થયા છે.

આ દુર્ઘટનામાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.

No description available.

આજે સાંજે સૂર્યાસ્ત બાદ આકાશમાં દેખાશે દૂર્લભ ખગોળીય ઘટના! એક સાથે ગ્રહોનો મેળાવડો જામશે

આ ઘટના વિશે મળકી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ છે. જેમાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ  સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, બન્ને બસોના ડ્રાઈવરની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. છારદ ગામ પાસે ખાનગી બસ ઓવરટેક કરવા જતા સામેથી આવતી સુરેન્દ્રનગર અમદાવાદ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news