હવે માત્ર 2 કલાકમાં જ મળી જશે ઓમિક્રોનનો રિપોર્ટ, ભારતે બનાવી છે આ ખાસ કિટ
નવી દિલ્હીઃ હાલ કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે 4 દિવસનો સમય લાગે છે. પરંતુ હવે ભારતમાં તૈયાર થયેલ ખાસ કીટથી માત્ર 2 કલાકમાં જ ઓમિક્રોન છે કે નહીં તેનો રિપોર્ટ મળી જશે. આસામ સ્થિત ડિબ્રુગઢ ICMR-RMRC (પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર)એ ખાસ ટેસ્ટિંગ કિટ વિકસાવી છે, જે માત્ર બે કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટની હાજરી વિશે માહિતી આપી શકશે. આ કિટ ડૉક્ટર વિશ્વ બોરકોટોકીએ તૈયાર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ હાલ કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે 4 દિવસનો સમય લાગે છે. પરંતુ હવે ભારતમાં તૈયાર થયેલ ખાસ કીટથી માત્ર 2 કલાકમાં જ ઓમિક્રોન છે કે નહીં તેનો રિપોર્ટ મળી જશે. આસામ સ્થિત ડિબ્રુગઢ ICMR-RMRC(પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર)એ ખાસ ટેસ્ટિંગ કિટ વિકસાવી છે, જે માત્ર બે કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટની હાજરી વિશે માહિતી આપી શકશે. આ કિટ ડૉક્ટર વિશ્વ બોરકોટોકીએ તૈયાર કરી છે.
ભારતીય કિટ કરશે કમાલ-
કોઈ વ્યક્તિ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે કે કેમ તેના ટેસ્ટ માટે આસામમાં સાયન્ટિફિક કિટ બનાવવામાં આવી છે. આ કિટ દ્વારા માત્ર બે કલાકમાં ઓમિક્રોન ઈન્ફેક્શનને શોધી શકાય છે. આ કિટ સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. આમાં હાઇડ્રોલિસિસ RT-PCR સિસ્ટમથી પરીક્ષણ કરવામાં આવે છે.
હવે નહીં લાગે 4 દિવસનો સમય-
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને લોકોમાં તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ડર દેખાવા લાગ્યો છે. ત્યારે ડોકટરોનું માનવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના કરતા વધુ શક્તિશાળી છે અને તે ઝડપથી ફેલાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારીની તપાસ કર્યા બાદ ત્રણથી ચાર દિવસ લાગે છે. તે પછી જ તે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે જાણી શકાય છે.
ડિબ્રુગઢ ICMR-RMRCએ કિટ તૈયાર કરી-
આસામ સ્થિત ડિબ્રુગઢ ICMR-RMRCએ આવી ટેસ્ટિંગ કિટ વિકસાવી છે જે માત્ર બે કલાકમાં Omicron વેરિઅન્ટની હાજરી વિશે માહિતી આપી શકશે. અહીંના ડૉક્ટર વિશ્વ બોરકોટોકીએ આ કીટ તૈયાર કરી છે. ડોક્ટર બોરકોટોકી અને ICMRના પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રની ટીમે રીઅલ-ટાઇમ RT-PCR ટેસ્ટ કીટ તૈયાર કરી છે. આ ટેસ્ટ કીટ સમય બચાવે છે. જેથી એરપોર્ટ ટેસ્ટિંગ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
100% સચોટ પરિણામો-
લેબમાં ટેસ્ટિંગ દરમિયાન આ કિટનો 100% સચોટ ફાયદો મળ્યો છે. હવે તેના પરિણામોની તપાસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેમાં થઈ રહી છે. ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.
એક સપ્તાહમાં માર્કેટમાં આવશે કિટ-
ડૉ. વિશ્વા બોરકોટોકીની સાથે તેમની ટીમમાં કામ કરતા લોકોએ કહ્યું કે તેઓ આ પ્રોજેક્ટમાં કામ કરવા બદલ ગર્વ અનુભવે છે. આ કિટ હવે RMRC ડિબ્રુગઢની ડિઝાઇનના આધારે બનાવવામાં આવશે. આ કીટ બનાવવાની જવાબદારી કોલકાતા સ્થિત બાયોટેક કંપની GCC બાયોટેકને આપવામાં આવી છે. જે PPP મોડમાં આગામી 3થી 4 દિવસમાં ઉત્પાદન શરૂ કરશે. એવી અપેક્ષા છે કે આ મેડ ઇન ઇન્ડિયા કિટ આગામી એક સપ્તાહમાં બજારમાં ઉપલબ્ધ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે