કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 8 પ્રવાસી ફસાયા
દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં કેદારનાથની યાત્રાએ પ્રવાસીઓ જતા હોય છે. ત્યારે અવારનવાર યાત્રીઓના ફસાવવાની ઘટના બનતી હોય છે. આ રીતે જ કેદારનાથની યાત્રાએ ગયેલા સુરેન્દ્રનગરના 8થી વધુ પ્રવાસીઓ ફસાયા છે.
Trending Photos
મયુર સંધી, સુરેન્દ્રનગર: દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં કેદારનાથની યાત્રાએ પ્રવાસીઓ જતા હોય છે. ત્યારે અવારનવાર યાત્રીઓના ફસાવવાની ઘટના બનતી હોય છે. આ રીતે જ કેદારનાથની યાત્રાએ ગયેલા સુરેન્દ્રનગરના 8થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. રસ્તો બંધ થવાના કારણે કલાકો સુધી લોકો અટવાયા બાદ તંત્રએ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 8 પ્રવાસીઓ ફસાઇ ગયા છે. કેદારનાથથી 50 કિમી દૂર ભેખડ ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો હતો. અનેક ગુજરાતી પ્રવાસીઓ સહિત 500થી વધુ વાહનોનો કાફલો અટક્યો છે. રસ્તો બંધ થવાથી કેદારનાથના દર્શને ગયેલા પ્રવાસીઓએ ફસાઇ જતા લોકોએ મીડિયા અને તંત્ર પાસે મદદ માગી હતી. જો કે, રસ્તો બંધ થયાના કલાકો બાદ પુન: રસ્તો ચાલુ કરવા સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાનું કામ હાથ ધરકવામાં આવ્યું હતું. જો કે, મોડી રાતથી ફસાયેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે