સુરતના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, સુસાઈટ નોટમાં જણાવ્યું આ કારણ
સુરતના નાનપુરા વિસ્તારમા રહેતો રજનેશ ટોપીવાલા રિક્ષા ચલાવી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવતો હતો. રજનેશએ થોડા સમય પહેલા હિમેન કહાર નામના યુવાન પાસેથી રુ 70 હજાર 5 ટકાના વ્યાજે લીધા હતા.
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરતમાં ફરી એકવાર વ્યાજખોરના આંતકના કારણે એક યુવાનનુ મોત નીપજયુ છે. નાનપુરા વિસ્તારમા રહેતા યુવાને રુ 70 હજાર પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જો કે બાદમા વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી શરુ કરવામા આવતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જ્યા આજે તેનુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોમા શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
સુરતના નાનપુરા વિસ્તારમા રહેતો રજનેશ ટોપીવાલા રિક્ષા ચલાવી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવતો હતો. રજનેશએ થોડા સમય પહેલા હિમેન કહાર નામના યુવાન પાસેથી રુ 70 હજાર 5 ટકાના વ્યાજે લીધા હતા. જો કે બાદમા રજનેશ બે મહિના વ્યાજના રુપિયા આપવાનુ ચુકી ગયો હતો. જેથી હિમેનએ વ્યાજનો દર 5 થી વધારી 10 ટકા કરી દીધો હતો અને તેને પઠાણી ઉઘરાણી શરુ કરી હતી.
રજનેશ પાસે રુપિયાની વ્યવસ્થા ન થતા તેનુ અપહરણ કરી ઢોર માર પણ મારવામા આવ્યો હતો તેમજ તેની રિક્ષા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. આખરે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઇ રજનેશએ સુસાઈટ નોટ લખી ઝેરી દવા ગટગટાવી હતી. બાદમા રજનેશને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. આ બનાવમા અઠવા પોલીસે માત્ર ફરિયાદ નોંધવા પુરતી નોંધી આરોપીની કોઇ પણ પ્રકારની ધરપકડ કરવામા આવી ન હતી.
આજે વહેલી સવારે સારવાર દરમિયાન રજનેશનુ મોત નીપજી જતા પરિવારજનોમા રોષનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. શરુઆતમા તેઓએ મૃતદેહ લેવાનો ઇન્કાર કરી આરોપીઓને ઝડપી પાડી પોતાને ન્યાય અપાવવાની માગણી કરી હતી. જ્યા ઉપરી અધિકારીઓએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે જોવાનુ એ રહ્યુ કે પોલીસ આ બનાવમા ક્યારે અને કેટલા સમયમા આરોપી સુધી પહોંચે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ માસમા વ્યાજખોરના ત્રાસના કારણે 5 લોકોના જીવ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે