SURAT: પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિને ગાડીમાં બેસાડી ગાડી સળગાવી દીધી અને...

શહેરનાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું. કારની સાથે સાથે મૃતદેહ પણ થયો હતો. ભસ્મીભુત પોલીસને પહેલાથી જ ઘટનાને લઇને શંકા, ઘટના આકસ્મિક નહી પરંતુ કાવતરનાની હતી શંકા, પોલીસની શંકા સાચી ઠરી હતી. કાર અને અજાણ્યા ઇસમને સળગાવનાર બીજુ કોઇ નહી પરંતુ કારનો માલિક પોતે જ નિકળ્યો હતો. જિલ્લા SPG પોલીસે કાર માલિકની ધરપકડ કરી હતી.
SURAT: પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિને ગાડીમાં બેસાડી ગાડી સળગાવી દીધી અને...

સુરત : શહેરનાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું. કારની સાથે સાથે મૃતદેહ પણ થયો હતો. ભસ્મીભુત પોલીસને પહેલાથી જ ઘટનાને લઇને શંકા, ઘટના આકસ્મિક નહી પરંતુ કાવતરનાની હતી શંકા, પોલીસની શંકા સાચી ઠરી હતી. કાર અને અજાણ્યા ઇસમને સળગાવનાર બીજુ કોઇ નહી પરંતુ કારનો માલિક પોતે જ નિકળ્યો હતો. જિલ્લા SPG પોલીસે કાર માલિકની ધરપકડ કરી હતી.

સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો જૂનાગઢ સિવિલે હાથ ઉંચા કર્યા, રાજકોટ કલેક્ટરે કરી ખાસ વ્યવસ્થા

સુરતનાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કાર મળી આવી હતી. જેમાં ભડથુ થયેલો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સળગી ગયેલા મૃતદેહને જોઇ પોલીસને પહેલાથી જ આશંકા હતી કે આ કોઇ આકસ્મિક ઘટના નહી પરંતુ કોઇ કાવતરૂ હોઇ શકે છે. પોલીસની શંકા સાચી ઠરી. કાર માલિકે પોતે જ પોતાની હત્યાનું તરકટ રચ્યું હતું. 

આખરે કારનો માલિક કામરેજના વેલંજા નજીકથી મળી આવ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલી આખી ટીમે ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. પોતાને શેરબજારમાં દેવું થઇ ગયું હતું. આ ઉપરાંત 37 લાખ રૂપિયાનું અન્ય દેવું અને 17 લાખની કાર લોન સહિત ઘણુ દેવું થઇ ગયું હતું. જેના કારણે તેમણે 60 લાખનો વીમો અને અન્ય 4 લાખનો વીમો હતો. તેઓ વીમાની રકમ પાસ કરાવવા માટે આ તરકટ રચ્યું હતું. પોતે ક્રેટા કાર લઇને ગુમ થઇ ગયાનું નાટક કર્યું હતું. ત્યાર બાદ અચાનક તેની ગાડી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news