Oxygen અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ માફ કર્યા તમામ ચાર્જીસ
મેડિકલ ગ્રેડ ઓક્સિજન (Oxygen) , ઓક્સિજન ટેંક્સ, ઓક્સિજન બોટલ્સ, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સના ઉત્પાદન માટે સ્ટીલ પાઇપ્સ અને એ સંબંધિત સાધનો આગામી ત્રણ મહિના કે વધુ આદેશ ન થાય ત્યાં સુધી તમામ ચાર્જીસ માફ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ઓક્સિજન (Oxygen) અને એ સંબંધી ઉપકરણોની વધેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે (Government of India) કામરાજાર પોર્ટ લિમિટેડ સહિતના તમામ મોટા બંદરોને નિર્દેશ કર્યો છે કે નિમ્ન લિખિત માલસામાન લઈ આવતા વહાણોને મેજર પોર્ટ ટ્રસ્ટ્સ દ્વારા લાગુ તમામ ચાર્જીસ (જહાજ સંબંધી ચાર્જ, સ્ટોરેજ ચાર્જ ઇત્યાદિ સહિત) માફ કરવામાં આવે અને આવા વહાણોને લાંગરવાના ક્રમમાં સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે:
મેડિકલ ગ્રેડ ઓક્સિજન (Oxygen) , ઓક્સિજન ટેંક્સ, ઓક્સિજન બૉટલ્સ, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સના ઉત્પાદન માટે સ્ટીલ પાઇપ્સ અને એ સંબંધિત સાધનો આગામી ત્રણ મહિના કે વધુ આદેશ ન થાય ત્યાં સુધી તમામ ચાર્જીસ માફ કરવામાં આવ્યા છે.
આવા જહાજોને લાંગરવા માટે, આવા માલસામાનની બેરોકટોક હેરફેર સુનિશ્ચિત કરવા, બંદરો પર એમને ટોચની અગ્રતા આપવા, ઓક્સિજન (Oxygen) સંબંધી માલસામાનને ઉતારવા, કસ્ટમ્સ અને અન્ય સત્તાવાળાઓ સાથે ઝડપી ક્લિયરન્સ/દસ્તાવેજીકરણ માટે સંકલન સાધવા અને બંદરેથી ઓક્સિજન સંબંધી કાર્ગો ઝડપથી રવાના થાય એ સુનિશ્ચિત કરવા માટે બંદરોના ચેરપર્સનોને અંગત રીતે દેખરેખ રાખવા માટે કહેવાયું છે.
ઉપરોક્ત ઓક્સિજન (Oxygen) સંબંધી ઉપરાંતનો અન્ય સામાન કે કન્ટેનર જો એ જહાજમાં હોય તો એવા કિસ્સામાં, બંદર પર હાથ ધરાયેલ એકંદર સામાન કે કન્ટેનરને ધ્યાનમાં લઈને પ્રો-રેટા આધારે આવા જહાજોના ઓક્સિજન સંબંધી કાર્ગો માટે ચાર્જીસ જતાં કરવાની જોગવાઇ કરવાની રહેશે.
આવા વહાણો, કાર્ગો અને જહાજ બંદરની હદમાં દાખલ થયાના સમયથી લઈને બંદરના દરવાજાથી કાર્ગો બહાર નીકળવામાં લાગતા સમયની વિગતો પર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દેખરેખ રાખશે.
દેશમાં કોવિડ-19ની બીજી લહેર સંબંધી કટોકટીના વ્યવસ્થાપનમાં ભારત સરકાર ગહન રીતે રોકાયેલી છે અને યોગ્ય તેમજ નવીન ઉપાયો કરીને પરિસ્થિતિનો મુકાબલો કરવા તમામ પગલાં લઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે