સુરતનાં ચકચારી સુર્યા મરાઠી કેસમાં આવ્યો વધારે એક ચોંકાવનારો વળાંક

શહેરના ચકચારી સૂર્યા મરાઠી હત્યા કાંડમાં વધુ બે મુખ્ય આરોપી ચોક બજાર પોલીસએ ઝડપી પાડ્યા છે. ચોક બજાર પોલીસે બાતમીના આધારે મગદલ્લા ગામ પાસેથી કુલદીપ પટેલ અને શૈલેષ વાતલિયાને સૂર્યાની હત્યા કરવાના ગુનામા ઝડપી પાડ્યાં. બંને આરોપીએ હાર્દિક સાથે મળી સૂર્યાને માર્યા હતા ચપ્પુના ઘા. સુરત વેડરોડ ખાતે આવેલા ત્રિભોવન નગરમાં ભર બપોરે સૂર્યા મરાઠીની ઓફીસમાં 7 જેટલા શખ્સોએ ઘુસી સૂર્યાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં મુખ્ય આરોપી હાર્દિક પટેલને પણ સૂર્યાએ પલટ વાર કર્યો હતો. જ્યાં હાર્દિક પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરતનાં ચકચારી સુર્યા મરાઠી કેસમાં આવ્યો વધારે એક ચોંકાવનારો વળાંક

તેજસ મોદી/ સુરત: શહેરના ચકચારી સૂર્યા મરાઠી હત્યા કાંડમાં વધુ બે મુખ્ય આરોપી ચોક બજાર પોલીસએ ઝડપી પાડ્યા છે. ચોક બજાર પોલીસે બાતમીના આધારે મગદલ્લા ગામ પાસેથી કુલદીપ પટેલ અને શૈલેષ વાતલિયાને સૂર્યાની હત્યા કરવાના ગુનામા ઝડપી પાડ્યાં. બંને આરોપીએ હાર્દિક સાથે મળી સૂર્યાને માર્યા હતા ચપ્પુના ઘા. સુરત વેડરોડ ખાતે આવેલા ત્રિભોવન નગરમાં ભર બપોરે સૂર્યા મરાઠીની ઓફીસમાં 7 જેટલા શખ્સોએ ઘુસી સૂર્યાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં મુખ્ય આરોપી હાર્દિક પટેલને પણ સૂર્યાએ પલટ વાર કર્યો હતો. જ્યાં હાર્દિક પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

ચોકબજાર પોલિસે મુખ્ય બે આરોપીની અગાઉ ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે. હત્યાને અંજામ આપનાર સાત પૈકી બે આરોપી પોલીસથી નાસતાં ફરતા હતા, ત્યારે વધુ બે મુખ્ય આરોપીની ધરપકડ થતા કુલ ચાર આરોપીઓ પોલીસના હાથે લાગી ચુક્યા છે. ઘટનામાં સૂર્યાની હત્યાના કાવતારામાં સૂર્યાના ચાર માણસોની પણ સંડોવણી હોવાની કબુલાત બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. સમગ્ર મામલે ચોક બજાર પોલીસને સુર્યાના હત્યાકાંડમાં 8 આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઉપરાંત અન્ય ફરાર આરોપીઓની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. પકડાયેલા આરોપીઓએ હાર્દિક પટેલ સાથે જેલમાં દોસ્તી થઈ હતી. તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાર્દિકની દોસ્તીને લઈ તેઓએ સૂર્યા મરાઠીની હત્યામાં સામેલ થયા હતા. પકડાયેલો શૈલેષ પટેલ પોતે જમીનની દલાલીના વ્યવસાય સાથે જોડાયેલો છે. જ્યારે કુલદીપ એક કેબ ડ્રાઈવર છે. હાર્દિક સાથે જેલમાં થયેલી દોસ્તી અને દોસ્તી માટે તેઓએ સૂર્યાને મોતને ઘાટ ઉતરવાના કાવતરામાં સામેલ થયાની વાત બહાર આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news