દિલ્હી હિંસાની તપાસ માટે SITની રચના, AAP કોર્પોરેટર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ


દિલ્હી હિંસાના મામલામાં આરોપોથી ઘેરાલેયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. 

દિલ્હી હિંસાની તપાસ માટે SITની રચના, AAP કોર્પોરેટર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીના ઘણા વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના મામલાની તપાસ માટે ખાસ તપાસ દળ (SIT)ની રચના કરવામાં આવી છે. આ એસઆઈટી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની જેમ કામ કરશે. હિંસા સાથે જોડાયેલી તમામ એફઆઈઆરને એસઆઈટીની પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે દિલ્હી પોલીસે ઉત્તર પૂર્વી જિલ્લામાં થયેલા તોફાનોને લઈને 48 કેસ દાખલ કરવામાં આવ્યા છે. હવે આ તમામ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની યૂનિટમાં બનેલી SIT કરશે. હિંસાની નવી કોઈ ઘટના બની નથી. તે તમામ વિસ્તારોમાં શાંતિ છે. 

આ સિવાય આ હિંસામાં આરોપોથી ઘેરાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર પોલીસે શિકંજો કસવાનો શરૂ કરી દીધો છે. આજે દિલ્હી પોલીસની ટીમે ખજૂરી ખાસ વિસ્તારમાં તાહિર હુસૈનની ફેક્ટરીને સીલ કરી દીધી છે. તાહિર હુસૈનના ધરની છત પરથી તોફાનીઓએ પેટ્રોલ બોંબ, પથ્થર ફેંક્યા અને ગોળીઓ ચલાવી હતી. 

— ANI (@ANI) February 27, 2020

હકીકતમાં જે તાહિર હુસૈનના ઘરની જે તસવીર સામે આવી હતી. જેમાં આપના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરની છત પર પેટ્રોલ બોંબ મળ્યા હતા. આ સિવાય પથ્થરથી ભરેલા બાચકા, ગુલેલ, ઈંટો, કેમિકલ, એસિડની થેલીઓ અને હુમલો કરવાના હથિયાર જપ્ત થયા છે. આ સિવાય અત્યાર સુધી તેના ઘરની છત પરથી હુમલો કરવાના ઘણા વીડિયો પણ સામે આવી ચુક્યા છે અને જે આઈબી કર્મચારી અંકિત શર્માની હત્યા કરવામાં આવી તેનો પરિવાર પણ તાહિર હુસૈન અને તેની સાથે જોડાયેલા લોકો પર આરોપ લગાવી રહ્યો છે. 

આ બાબલે તાહિર હુસૈનનો પક્ષ પણ સામે આવ્યો છે. તેનું કહેવું છે કે તે ખુદ હિંસા પીડિત છે જે જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સંજય સિંહ પણ કહી રહ્યાં છે કે તાહિર તો ખુદ પોતાનો જીવ બચાવીને નિકળ્યો છે. સત્ય શું છે તે તો તપાસનો વિષય છે પરંતુ આ હિંસામાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news