SURAT: વેસુમાં ઝગડો થયા બાદ રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીને બાઇકે ઉડાવ્યો, ઘટના સ્થળે જ મોત

ત્રણ મહિના અગાઉ જ યુપીથી સુરત આવેલા બીએના એક વિદ્યાર્થીનું વેસુમાં રોડક્રોસ કરતા સમયે બાઇકે અડફેટે લેતા મોત નિપજ્યું હોવાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જો કે અકસ્માતમાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રો વચ્ચે ઝગડો થયોહોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મુકી દીધા છે. આ ઘટના સમયે સાથે રહેનરા મિત્રોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. 
SURAT: વેસુમાં ઝગડો થયા બાદ રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીને બાઇકે ઉડાવ્યો, ઘટના સ્થળે જ મોત

સુરત: ત્રણ મહિના અગાઉ જ યુપીથી સુરત આવેલા બીએના એક વિદ્યાર્થીનું વેસુમાં રોડક્રોસ કરતા સમયે બાઇકે અડફેટે લેતા મોત નિપજ્યું હોવાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જો કે અકસ્માતમાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રો વચ્ચે ઝગડો થયોહોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મુકી દીધા છે. આ ઘટના સમયે સાથે રહેનરા મિત્રોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. 

આતિષ કુમાર રાયના અનુસાર હિતેશ ત્રણ મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. બીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હિતેશ ભેસ્તાર સિદ્ધાર્થનગરથી ઘરેકોઇને જાણ કર્યા વગર મિત્રો સાથે નિકળ્યો હતો. ત્યાર બાદ વેસુમાં અકસ્માત થયા બાદ તેના મિત્રો હિતેશને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. 

સિવિલનાં ડોક્ટર્સે જણાવ્યું કે, સારવાર માટે લવાયેલા હિતેશના મિત્રોએ વેસુમાં ઝગડો થયા બાદ બાઇક પર ત્રણ સવારીમાં નિકળ્યો હતો. ત્યાર બાદ મારવિલા કોમ્પલેક્ષ નજીક રોડ ક્રોસ કરતા સમયે એક અજાણી બાઇકે તેને અડફેટે લીધો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news