સુરતનું તંત્ર રખડતા શ્વાનોને કાબૂ કરી શક્તું નથી! સુરતમાં રખડતા શ્વાને બાળકીને ફાડી ખાધી

Surat Street Dog Attack : સુરતમાં ઘર પાસે રમી રહેલી એક બાળકીને રખડતા શ્વાનો ખેંચીને લઈ ગયા... થોડા સમય બાદ વાડીમાંથી બાળકીની લાશ મળી હતી 

સુરતનું તંત્ર રખડતા શ્વાનોને કાબૂ કરી શક્તું નથી! સુરતમાં રખડતા શ્વાને બાળકીને ફાડી ખાધી

Surat News : સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ લીધો છે. પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક એક બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. મધ્ય પ્રદેશથી ગુજરાન ચલાવવા માટે આવેલા પરિવાર પર બાળકીને મોતથી આભ તૂટી પડ્યું. માસુમ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતું ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી.

બાળકીની લાશ વાડીમાંથી મળી 
સુરતમાં રખડતા શ્વાનોએ એક બાળકીનો ભોગ લીધો છે. ચાર વર્ષની બાળકી શ્વાનોએ હુમલો કર્યો અને એટલી હદ સુધી તેને બચકાં  ભર્યા કે એ બાળકીનું મૃત્યુ થઈ ગયું. પાંડેસરાના સિદ્ધાર્થ નગર પાસે આ ઘટના બની. બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. વાલીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તે નજીકમાં આવેલી વાડીમાંથી મળી આવી. બાળકી મળી ત્યારે તેના શરીર પર કૂતરાના બચકાના અસંખ્ય નિશાન હતા. પરિવારે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને તરત હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી પરંતુ તેને ન બચાવી શકાય. 

સુરતમાં કેમ કાબૂ બહાર ગયા શ્વાન
સુરતની આ ઘટના ફરી એકવાર તંત્ર પર સવાલ ઉભા કરી રહી છે. સુરતમાં રોજના ડોગ બાઈટના નવા 30 થી 35 કેસ આવે છે. લોકો સિવિલમાં ઈન્જેક્શન લેવા માટે લાઈન લગાવે છે. પરંતુ તંત્રને તો જાણે લોકોની આ પીડા અને સમસ્યા દેખાતા જ નથી. જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે થોડા દિવસ શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવે છે. બસ પછી તો ફરી જૈસે થે જેવી સ્થિતિ થઈ જાય છે. સ્થાનિકોની માંગ છે કે, મહાનગરપાલિકા તેમને શ્વાનના ત્રાસમાંથી છુટકારો અપાવે જેથી ફરી કોઈની દીકરી કે કોઈના પરિવારજને જીવ ન ગુમાવવો પડે.

એક તરફ સરકાર સુરતમાં ડાયમંડ બુર્સના ગુણગાન ગાઈ રહી છે, તેમજ સ્વચ્છતામાં નંબરનો ટેગ મેળવે છે, પરંતું બીજી તરફ એ જ શહેરમાં રખડતા શ્વાન લોકોના જીવ લઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news