કુલચે-ભટુરે તો બહુ ખાધા, છોલેની આ વાનગી છે સૌથી હેલ્ધી અને ટેસ્ટી, જાણો રેસિપી

ચણાને સૌથી હેલ્ધી ખોરાક માનવામાં આવે છે. પહેલાંના લોકો પણ ગમે ત્યાં દૂર દૂરની મુસાફરીએ જતા હોય તો પણ ચણા અને ગોળની પોટલી બાંધીને સાથે લઈ જતા હતાં. ત્યારે જાણો આજના સમયની ચણાની સૌથી ટેસ્ટી અને હેલ્ધી વાનગી.

કુલચે-ભટુરે તો બહુ ખાધા, છોલેની આ વાનગી છે સૌથી હેલ્ધી અને ટેસ્ટી, જાણો રેસિપી

નવી દિલ્લીઃ સામાન્ય રીતે દરેક પ્રાણીઓમાં સૌથી સારી હેલ્થ ઘોડાની માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છેકે, ઘોડો ક્યારેય થાકતો નથી. એવું પણ કહેવામાં આવે છેકે, ઘોડો ક્યારેય નીચે બેસતો નથી, તે હંમેશા ઉભા ઉભા જ સુઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યુંકે, ઘોડામાં આટલી તાકાત ક્યાંથી આવે છે? આ સવાલનો જવાબ છે ચણામાંથી. જો તમે પણ ઘોડા જેવી તાકાત મેળવવા માંગતા હોવ તો તમારે રોજ સવારે નિયમિત ચણા અથવા તેનાથી બનેલી હેલ્થી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આજે આ આર્ટિકલમાં જે વાત કરવાની છે તે કાબુલી ચણાની છે. આજ સુધી તમે છોલે કુલચે અને છોલે ભટુરે તો ખુબ ખાધા હશે પણ અહીં અમે લઈને આવ્યાં છીએ છોલેની એક શાનદાર વાનગી. જાણો આ સ્પેશિયલ રેસિપી શું છે અને તેને બનાવવાની આખી રીત...

સામાન્ય રીતે છોલે કુલચે અને છોલે ભટુરે લોકોની પહેલી પસંદ હોય છે પણ શું તમે છોલેથી બનતી આ વાનગી ક્યારેય ખાધી છે ખરી? જો ના ખાધી હોય તો આ હેલ્ધી વાનગી ખાસ ખાજો. તમારુ પેટ પણ ભરાશે અને પચવામાં પણ સરળ રહેશે. કારણ કે આ વાનગી શરીર માટે ખાસ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તો લખી લો આ ખાસ રેસિપી.

કાબુલી ચણા ચાટ બનાવવાની સામગ્રી-
1 કપ આખી રાત પલાળેલા કાબુલી ચણા
2 નાની સૂકી ડુંગળી
2 ટામેટાં
1 ચમચી ચાટ મસાલો
1 ચપટી બેકિંગ સોડા
1/2 શીમલા મરચું
1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી આંબલીનું પાણી
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી કોથમીર
થોડું બ્લેકપેપર
મીઠું સ્વાદઅનુસાર

કાબુલી ચણા ચાટ બનાવવાની પદ્ધતિ-
સૌથી પહેલાં કાબુલી ચણાને આખી રાત પલાળ્યા બાદ કૂકરમાં બાફવા માટે મૂકી દો તે પહેલાં તેમાં બેકિંગ સોડા, અને મીઠુ નાખી દેજો. 4થી 6 સીટી વાગતા જ ગેસ બંધ કરી દેવો. પ્રેશર કૂકરમાંથી કાબુલી ચણા કાઢી અલગ વાસણમાં ઠંડા થવા મૂકી દો. તેમાં રહેલુ ગરમ પાણી અલગ વાસણમાં કાઢી લો. બાદમાં કાબુલી ચણામાં ટામેટા, ડુંગળી. શીમલા મરચા, ચાટ મસાલો, લાલ મરચુ પાવડર, બ્લેક પેર અને મીઠુ નાખી શકો. તેમાં ખટાશ અને મીઠાશ માટે આંબલીનું પાણી પણ મીક્સ કરી શકો છે. હવે તૈયાર થઈ ગઈ તમારી કાબુલી ચણા ચાટ. તેમાં ગાર્નિશિંગ માટે કોથમીર પણ નાખી શકો છો.

(Disclaimer: આ ચાટમાં કોઈપણ પ્રકારનું તેલ વાપરવાનું નથી બાફેલા ચણા અને કાચા વેજીટેબલ જ તેનો ટેસ્ટ વધારશે. સાથે જ પચવામાં પણ સરળ અને ડાયેટિંગ માટે બેસ્ટ રહેશે.) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news