સુરતની દારૂની મહેફિલ મુદ્દે મોટો ખુલાસો, સાંભળીને ઉડી જશે હોશ
ડુમસના આશીર્વાદ ફાર્મ હાઉસના એક બંગલામાં 29 ફેબ્રુઆરીની લીપ યર પાર્ટીમાં પોલીસે દરોડા પાડતા ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી.
Trending Photos
તેજશ મોદી, સુરત : ડુમસના આશીર્વાદ ફાર્મ હાઉસના એક બંગલામાં 29 ફેબ્રુઆરીની લીપ યર પાર્ટીમાં પોલીસે દરોડા પાડતા ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. આ દરોડામાં પોલીસે દારૂની મહેફિલ જમાવીને બેઠેલા 31 નબીરાઓને રંગેહાથે પકડી પાડયા હતા. નબીરાઓની સાથે 13 યુવતીઓ પણ પાર્ટીમાં સામેલ હતી, જેમાંથી 3 યુવતીએ નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે 3થી વધુ પેટી બિયર અને 3 દારૂની બોટલ હતી. ત્યારબાદ ઉઘોગપતિ નબીરાઓને લઈને પોલીસ સ્ટેશને આવી હતી.
હવે આ પાર્ટી વિશે અલગ ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે આ પાર્ટી માટે લોકોને ખાસ મેસેજ મોકલાયો હતો અને કેફી પીણાંની ખરીદી માટે અલગ કરન્સી હતી. તેમને ડ્રિંક્સમાં બિયર અને જંગલ જ્યુસ અપાયું હતું અને તેમને ગાંજો અને સફેદ પાઉડર પણ આપવાના હતાં. આ પાર્ટી માટે 2300 રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી હતી.
જોકે પોલીસને પાર્ટી સ્થળેથી ગાંજો અને સફેદ પાઉડર નથી મળ્યો એટલે મેસેજ સાચો છે કે પોલીસ એ વિશે ચર્ચા ચાલી રહી છે. આ સંજોગોમાં નબીરાઓના મોબાઇલ ચેક થાય તો ખુલાસો થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે