Iraq: કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, ઓછામાં ઓછા 50 લોકોના મોત, અનેક ઘાયલ
ઈરાક (Iraq) ની રાજધાની બગદાદની એક હોસ્પિટલમાં આગ (Fire) લાગવાથી ઓછામાં ઓછા 50 લોકોના મોત થયાના દર્દનાક ખબર છે.
Trending Photos
બગદાદ: ઈરાક (Iraq) ની રાજધાની બગદાદની એક હોસ્પિટલમાં આગ (Fire) લાગવાથી ઓછામાં ઓછા 50 લોકોના મોત થયાના દર્દનાક ખબર છે. કહેવાય છે કે હોસ્પિટલના કોરોનાવોર્ડ (Corona Ward) માં આ આગ લાગી છે. જ્યાં વાયરસથી સંક્રમિત લોકોની સારવાર ચાલુ હતી. અકસ્માતમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
ઘાયલોની હાલત ગંભીર
દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના લોકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે. આ સાથે જ જે લોકો ઈજાગ્રસ્ત છે તેમની પણ હાલાત ગંભીર કહેવાઈ રહી છે. હોસ્પિટલમાં આગનું કારણ શોર્ટ સર્કિટ કહેવાઈ રહ્યું છે. જો કે હજુ આ અકસ્માત પર તપાસ થવાની બાકી છે.
આરોગ્ય અધિકારીના જણાવ્યાં મુજબ ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટને પણ આગનું કારણ ગણાવાઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃતિ નિવેદન બહાર પડ્યું નથી. હોસ્પિટલમાં ફક્ત ત્રણ મહિના પહેલા જ નવો કોરોના વોર્ડ શરૂ કરાયો હતો. જેમાં 70 બેડની વ્યવસ્થા કરાઈ હતી.
વોર્ડમાં 63 દર્દીઓ દાખલ હતા
સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા આમિર જમીલીએ જણાવ્યું કે આ અકસ્માત થયો ત્યારે વોર્ડમાં લગભગ 63 દર્દીઓ દાખલ હતા. ઈરાકના સિવિલ ડિફેન્સના પ્રમુખ મેજર જનરલ ખાલિદ બોહને કહ્યું કે હોસ્પિટલના નિર્માણમાં જ્વલશીલ પદાર્થનો ઉપયોગ થયો હતો જે આગને વધુ તેજીથી ફેલાવવાનું કામ કરે છે.
આ વર્ષે ઈરાકમાં આવું બીજીવાર બન્યું કે આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના આ રીતે મોત થયા. એપ્રિલમાં પણ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી જેમાં 83 લોકોના જીવ ગયા હતા. ત્યારે ઈબ્ર અલ ખાતીબ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં ધડાકો થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી.
આ દુર્ઘટનાએ ફરી એકવાર ઈરાકની હોસ્પિટલોમાં સુરક્ષા માપદંડો અને કુશાસનની પોલ ખોલી નાખી છે. દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આ પ્રકારની દુર્ઘટનાઓ ગંભીર સવાલ પેદા કરે છે. ગત સપ્તાહ 9 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે