આ મુસ્લિમે રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો, જીવનમાં 50 વાર વાંચી શ્રીમદ્ ભગવદ્ ગીતા

Ram Mandir Communal Unity : સુરતના આ મુસ્લિમ અગ્રણીએ 69 વર્ષની ઉમરમાં 50 થી વધુ વાર ભાગવત ગીતા વાંચી નાંખી... તેમણે પ્રધાનમંત્રી મોદીના રામ મંદિર માટે આભાર વ્યક્ત કર્યો 
 

આ મુસ્લિમે રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો, જીવનમાં 50 વાર વાંચી શ્રીમદ્ ભગવદ્ ગીતા

Surat News સુરત : સુરતના મોહમ્મદ મિચલા એ કોમી એકતાનો સંદેશ આપ્યો છે. એક મુસ્લિમ અગ્રણી એવા મોહમ્મદ મીચલાએ ભગવાનના શ્લોકની પંક્તિઓ તેના અર્થ સાથે જણાવી છે. આ સાથે જ તેઓએ આખી શ્રીમદ્ ભગવદ્ ગીતા પોતાની 69 વર્ષની ઉમરમાં 50 થી વધુ વખત વાંચી તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતાર્યા છે. મોહમ્મદ ચીસલાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે. સાથે આ રામ મંદિર માટે ગર્વ પણ અનુભવ્યો

મુસ્લિમ અગ્રણી એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ મિચલાને શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામાયણનું સારું જ્ઞાન છે. આ સાથે જ ઉર્દૂમાં લખેલી રામાયણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમની પાસે છે. જેનું તેઓ પઠન પણ તેઓ નિયમિત કરે છે. મોહમ્મદભાઇએ રામ મંદિર બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

આ અંગે મોહમ્મદ મીચલા જણાવે છે કે, તેઓ ધોરણ-6 માં હતા ત્યારે નચિકેતાની પુસ્તક તેમના હાથમાં આવી હતી, પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી તેઓ તેને સમજી શક્યા ન હતા. જેથી તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને નચિકેતા પુસ્તક અન્ય કોઈ ભાષામાં હોય તો તેમને જોઈએ છે જેવી જીજ્ઞાશા દર્શાવી હતી. જે બાદ શિક્ષકે તેમને ઉર્દૂમાં તે પુસ્તક આપ્યું અને ત્યાર બાદ એક બાદ એક પુસ્તકથી બહુ જ પ્રભાવિત થયા હતા.

હાલ તેમની પાસે ઉર્દુ ભામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ છે. સાથે જ ગુજરાતી ભાષામાં પણ છે. જેને તેઓએ 50 થી વધુ વખત વાંચન કર્યું છે. આ સાથે જ તેઓએ રામ મંદિર બનવા જઈ રહ્યું છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે રામ પહેલા પણ આયોધ્યામાં હતા અને હવે ફરી તમામ વચ્ચે તેઓ આવી રહ્યા છે જેનો આનંદ છે. અને રામ ભગવાનનું આયોધ્યમાં આવવું પ્રધાનમંત્રી મોદીએ શક્ય કર્યું છે. જેથી વર્ષો પછી રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news